1 ઓક્ટોબરે મહાશ્રમદાનઃ એક તારીખ, એક કલાક હેઠળ ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન, મુખ્યમંત્રી, કેન્દ્રિય ગૃહમંત્રી અભિયાનમાં જોડાયા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 01 Oct 2023 11:29 AM (IST)Updated: Sun, 01 Oct 2023 12:33 PM (IST)
cm-bhupendra-patel-and-home-minister-amit-shah-participates-in-the-swachhata-hi-seva-campaign

Ahmedabad News: મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં 15 સપ્ટેમ્બરતી 15મી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે 1 ઓક્ટોબરના રોજ એક તારીખ એક કલાકના સૂસ્તર સાથે મહાશ્રમદાનનો કાર્યક્રમ યોજાયો છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સીઆર પાટીલ સહિતના આ મહાશ્રમદાનમાં જોડાયા છે.

અમદાવાદમાં મુખ્યમંત્રી અને કેન્દ્રિય ગૃહમંત્રીનું શ્રમદાન
અમદાવાદમાં યોજાયેલા એક સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ઘાટલોડિયામાં અને કેન્દ્રિય ગૃહમંત્રીએ રાણીપમાં હાથમાં ઝાડુ લઇને સ્થળ પર રહેલા કચરાને સાફ કર્યો હતો.

સુરતના નામપુરમાં શ્રમદાન
સુરત શહેરના નાનપુર ખાતે શ્રમદાન સફાઇ ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે હાથમાં ઝાડુ પકડી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ કાર્યક્રમમાં સુત શહેરના પ્રમુખ નિરંજન ઝાંઝમેરા અને શહેર મહામંત્રી કિશોર બિંદલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

naidunia_image

ધ્રોલના લતીપરમાં રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં શ્રમદાન
ધ્રોલ તાલુકાના લતીપર ગામે માધ્યમિક શાળા પાસે"એક તારીખ, એક કલાક" સૂત્ર સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કૃષિમંત્રીએ સ્થળની સાફ સફાઈ કરી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થવા ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.

naidunia_image

મંત્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને સ્વચ્છતા થકી જન આંદોલન તરીકે યોજવા સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી પહેલી ઓક્ટોબર 2023ના દિવસે દેશના તમામ વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ "એક તારીખ એક કલાક" સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલ છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.