ચિરિપાલ ગ્રૂપ દ્વારા 500થી વધુ કર્મચારીઓ સાથે ઇન્ટરનેશનલ મેન્સ ડેની ઉજવણી કરવામાં આવી

આવી ઉજવણીઓ કર્મચારીઓને તેમની રોજિંદી જવાબદારીઓમાંથી થોડો સમય મુક્ત થઇને એકબીજા સાથે જોડાવાની,એકબીજાના યોગદાનની કદર કરવાની અને સંસ્થામાં પોતીકાપણાની ભાવનાને વધુ મજબૂત બનાવવાની તક પૂરી પાડે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 21 Nov 2026 08:17 AM (IST)Updated: Sat, 21 Nov 2026 08:17 AM (IST)
chiripal-group-celebrated-international-mens-day-with-over-500-employees

Men's Day Celebration: ચિરિપાલ ગ્રૂપ દ્વારા ઇન્ટરનેશનલ મેન્સ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિરિપાલ ગ્રૂપની વિવિધ કંપનીઓના 500થી વધુ કર્મચારીઓએ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે મ્યુઝિક, ગેમ્સ, ફોટોગ્રાફી સેશન અને સ્ટૅન્ડ-અપ કૉમેડી પર્ફોર્મન્સ સહિતની મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉજવણીના ભાગરૂપે, ચિરિપાલ ગ્રૂપ દ્વારા સંસ્થાના વિવિધ વિભાગોમાં કાર્યરત પુરુષ કર્મચારીઓના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. ઑફિસના રિસેપ્શન પર મ્યુઝિક સાથે કર્મચારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને દરેક પુરુષ કર્મચારીને પ્રશંસાના પ્રતીકરૂપે છોડનો રોપો ભેટ આપવામાં આવ્યો હતો.

દરેક કર્મચારી આપણી સહિયારી પ્રગતિ

ચિરિપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરિપાલે જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ મેન્સ ડે એ એવા પુરુષોના યોગદાનને બિરદાવવાની એક તક છે, જેઓ પોતાની કટિબદ્ધતા, આકરી મહેનત અને સમર્પણ દ્વારા આપણી સંસ્થાને ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચિરિપાલ ગ્રૂપમાં અમારું માનવું છે કે, દરેક કર્મચારી આપણી સહિયારી પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. આવી ઉજવણીઓ કર્મચારીઓને તેમની રોજિંદી જવાબદારીઓમાંથી થોડો સમય મુક્ત થઇને એકબીજા સાથે જોડાવાની,એકબીજાના યોગદાનની કદર કરવાની અને સંસ્થામાં પોતીકાપણાની ભાવનાને વધુ મજબૂત બનાવવાની તક પૂરી પાડે છે.

 રોજિંદા કામકાજમાંથી વિરામ

સ્ટૅન્ડ-અપ કૉમેડિયન પ્રીતિ દાસના જબરદસ્ત પર્ફોર્મન્સ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. તેમણે પોતાની આગવી અને ડ્રાય હ્યુમરથી ભરપૂર એક કલાકના શૉ દરમિયાન કર્મચારીઓને ખૂબ હસાવ્યા હતા. આ ઉજવણીએ કર્મચારીઓને તેમના રોજિંદા કામકાજમાંથી વિરામ લઇને એકબીજા સાથે જોડાવાની અને સંસ્થામાં વિવિધ સ્તરે કાર્યરત કર્મચારીઓના યોગદાનને બિરદાવવાની તક પૂરી પાડી હતી.