LIVE BLOG

Gujarat News Today Live: દ્વારકામાં રૂ. 92.70 કરોડના ખર્ચે અત્યાધુનિક 'શ્રીકૃષ્ણ મ્યુઝિયમ'નું નિર્માણ થશે

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 23 Oct 2026 07:45 AM (IST)Updated: Fri 23 Oct 2026 08:31 AM (IST)
breaking-news-gujarat-live-23-oct-2026-top-headlines-city-news-local-updates-latest-news-in-gujarati-lb

Gujarat News Today Live 23 October, 2026 : ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં જગતમંદિરથી 1.6 કિમી દૂર કેન્દ્ર સરકારની ગ્રાન્ટ દ્વારા રૂ. 92.70 કરોડના ખર્ચે એક ભવ્ય 'શ્રીકૃષ્ણ મ્યુઝિયમ' તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ મ્યુઝિયમમાં કુલ 9 થીમેટિક ગેલેરીઓ બનાવવામાં આવશે, જેમાં મુલાકાતીઓને શ્રીકૃષ્ણના જન્મથી લઈને ગીતાજ્ઞાન અને કુરુક્ષેત્ર સુધીની 5000 વર્ષની યાત્રાનો અદ્ભુત અનુભવ મળશે. થ્રી-ડી પ્રોજેક્શન, ઈમર્સિવ ઓડિયો-વિઝ્યુઅલ, ઈન્ટરેક્ટિવ સ્ક્રીન અને મોશન સેન્સર જેવી અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી લોકો માત્ર વાર્તા વાંચવાને બદલે રાસલીલા અને કાલિયા નાગ દમન જેવા પ્રસંગોનો જીવંત અનુભવ કરી શકશે. આ ઉપરાંત, અહીં ડિજિટલ સ્ક્રીન પર દ્વારકાનો વૈભવ દર્શાવવા સાથે લાઈટ એન્ડ સાઉન્ડ શો, એમ્ફિથિયેટર અને કાફે જેવી અનેક આધુનિક સુવિધાઓનો પણ વિકાસ કરવામાં આવશે.

23 Oct 2026, 08:31 AM

અમદાવાદમાં ટપાલ વિભાગના 2 નવા ડિવિઝન બનશે

અમદાવાદમાં ટપાલ અને પાર્સલની કામગીરીને વધુ ઝડપી બનાવવા પોસ્ટ વિભાગ દ્વારા 1 નવેમ્બર, 2026થી અમદાવાદ સિટી ડિવિઝનના બે ભાગ પાડી 'અમદાવાદ હેરિટેજ સિટી ડિવિઝન' અને 'અમદાવાદ ઉત્કર્ષ ડિવિઝન' બનાવવામાં આવશે. આ નવા માળખામાં 'અમદાવાદ હેરિટેજ સિટી ડિવિઝન'નું મુખ્ય મથક જીપીઓ બિલ્ડિંગ ખાતે રાખવામાં આવ્યું છે. રોજિંદા આશરે 3.50 લાખ ટપાલ અને પાર્સલનું વહન કરતા આ વિશાળ નેટવર્કનું વિભાજન થવાથી વહીવટી સુપરવિઝન મજબૂત બનશે. આના પરિણામે સોર્ટિંગ અને ડિલિવરીમાં થતો વિલંબ ઘટશે, તેમજ પાર્સલ ગુમ થવા કે મોડા મળવા જેવી ફરિયાદોનો સ્થાનિક સ્તરે ઝડપથી ઉકેલ લાવી શકાશે.

23 Oct 2026, 07:53 AM

દ્વારકામાં અત્યાધુનિક 'શ્રીકૃષ્ણ મ્યુઝિયમ'નું નિર્માણ થશે

ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં જગતમંદિરથી 1.6 કિમી દૂર કેન્દ્ર સરકારની ગ્રાન્ટ દ્વારા રૂ. 92.70 કરોડના ખર્ચે એક ભવ્ય 'શ્રીકૃષ્ણ મ્યુઝિયમ' તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ મ્યુઝિયમમાં કુલ 9 થીમેટિક ગેલેરીઓ બનાવવામાં આવશે, જેમાં મુલાકાતીઓને શ્રીકૃષ્ણના જન્મથી લઈને ગીતાજ્ઞાન અને કુરુક્ષેત્ર સુધીની 5000 વર્ષની યાત્રાનો અદ્ભુત અનુભવ મળશે. થ્રી-ડી પ્રોજેક્શન, ઈમર્સિવ ઓડિયો-વિઝ્યુઅલ, ઈન્ટરેક્ટિવ સ્ક્રીન અને મોશન સેન્સર જેવી અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી લોકો માત્ર વાર્તા વાંચવાને બદલે રાસલીલા અને કાલિયા નાગ દમન જેવા પ્રસંગોનો જીવંત અનુભવ કરી શકશે. આ ઉપરાંત, અહીં ડિજિટલ સ્ક્રીન પર દ્વારકાનો વૈભવ દર્શાવવા સાથે લાઈટ એન્ડ સાઉન્ડ શો, એમ્ફિથિયેટર અને કાફે જેવી અનેક આધુનિક સુવિધાઓનો પણ વિકાસ કરવામાં આવશે.