હાઇકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસરમાં સુરક્ષા વધારાઈ, પોલીસ અને બોમ્બ સ્ક્વોર્ડ પહોંચી

ગુજરાત હાઇકોર્ટને બપોરે 1.11 વાગ્યે જ્યારે મુખ્યમંત્રી કાર્યાલયને બપોરે 3.11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઇમેઇલ મારફત ધમકી આપવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 06 Nov 2026 12:58 PM (IST)Updated: Fri, 06 Nov 2026 12:58 PM (IST)
bomb-threat-email-targets-gujarat-high-court-and-chief-ministers-office

Ahmedabad News: ગુજરાતમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઇલ મળ્યો છે. ગુજરાત હાઈકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યો મેઇલ મળતા પોલીસની ટીમ, બોમ્બ સ્કોવર્ડ હાઇકોર્ટ અને સીએમ ઓફિસ ખાતે પહોંચી છે. સઘન ચેકિંગ હાથ ધરવામં આવ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ગુજરાત હાઇકોર્ટને બપોરે 1.11 વાગ્યે જ્યારે મુખ્યમંત્રી કાર્યાલયને બપોરે 3.11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઇમેઇલ મારફત ધમકી આપવામાં આવી છે. ખાલીસ્તાન નેશનલ આર્મીના નામે એક ઇમેઇલ આવ્યો છે. જેમાં આ પ્રકારની ધમકી આપવામાં આવી છે. ઇમેઇલ આવતા જ પોલીસ તંત્ર એલર્ટ મોડમા આવી ગયું છે. પોલીસ દ્વારા ગુજરાત હાઇકોર્ટ અને સીએમ ઓફિસની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

પોલીસ ટીમ, બોમ્બ સ્ક્વોર્ડ, ડોગ સ્ક્વોર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ તપાસ અર્થે ગુજરાત હાઇકોર્ટ પહોંચી છે અને હાઇકોર્ટમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ હાઇકોર્ટની કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ છે. ધમકી મળતા જ પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છેકે, 11 મહિનામાં 10 વખત આ પ્રકારની ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે. જેમાં 6 નવેમ્બર, 3 નવેમ્બર, 27 ઓક્ટોબર, 7 ઓક્ટોબર, 10 ઓક્ટોબર, 18 માર્ચ, 17 ફેબ્રુઆરી, 16 ફેબ્રુઆરી, 23 જાન્યુઆરી અને 17 ડિસેમ્બર 2025ના રોજ ધમકીભર્યા ઇમેઇલ કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત હાઇકોર્ટ, ડીજીપી, કલેક્ટર ઓફિસ, મંદિર, રાજ્યભરની જેલો, અમદાવાદની સ્કૂલો, મોદી સ્ટેડિયમ, મેટ્રો સ્ટેશન, ગાંધીનગર કોર્ટ, વડોદરા, મહેસાણા, વલસાડ, રાજકોટ અમદાવાદની કોર્ટ, વડોદરાની સ્કૂલો સહિતના સ્થળોની ઉપર જણાવેલી તારીખો દરમિયાન ધમકીઓ આપવામાં આવી હતી.