Ahmedabad West Seat: અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા 14.17 કરોડની સંપત્તિના માલિક, BA-LLB સુધીનો અભ્યાસ કરેલ

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 17 Apr 2024 11:57 AM (IST)Updated: Wed, 17 Apr 2024 11:58 AM (IST)
bjps-dinesh-makwana-from-ahmedabad-west-seat-candidate-property-worth-rs-14-17-crore-according-to-his-affidavit

Dinesh Makwana BJP candidate for Ahmedabad West seat: લોકસભા પશ્ચિમની બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ ખોડાભાઇ મકવાણાએ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીએ આગેવાનો સાથે જઈને ફોર્મ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. એફિડેવિટ મુજબ ઉમેદવાર અને તેના પરિવારની કુલ 14.17 કરોડની સંપત્તિ છે. કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. પરંતુ ખોલી કોલમ હોવાના કારણે એફિડેવિટ પરત કરવામાં આવી હતી. જે હવે 18 મી એપ્રિલે ફરી જમા કરાવશે.

ભાજપના ઉમેદવાર દિનેશ ખોડાભાઇ મકવાણા પાસે હાથ પર 2,26,400 રોકડ છે. તેમની પાસે 10.89 લાખની એક જ કાર છે. તેમજ તેમના પત્નીના નામે 11.36 કરોડની જંગમ અને સ્થાવર મિલકત છે. તેના પર રુપિયા 61,91,978 અને પત્ની પર 70,30,068 ની રકમની લોન બાકી છે.

એફિડેવિટમાં દર્શાવેલ વિગતો મુજબ નરોડા ખાતે રહેતા દિનેશ મકવાણાએ BA-LLB સુધીનો અભ્યાસ કરેલ છે. તે એડવોકેટ તરીકે ફરજ બજાવે છે. તેમના પત્ની અંજનાબેન મકવાણા સેલ્ફ એમ્પ્લોઇડ છે. તેમના પત્નીના હાથ પર 2,23,500 રોકડ છે. જ્યારે દિનેશ મકવાણા પાસે 7.59 લાખના સોના-ચાંદી સહિત બેંક એફડી, શેર, રોકડ, મ્યુચ્યુઅલ ફંડ, વીમો, પોસ્ટ અને વ્યક્તિ કે સંસ્થાને આપેલા ધિરાણ, વાહન સહિત કુલ રૂપિયા 1,79,43,212 જંગમ મિલકત છે.

જ્યારે તેમની પત્ની અંજનાબેન મકવાણા પાસે 42.79 લાખના દાગીના સહિત રુપિયા 4,01,78,849 અને પરિવાર પાસે 9,09,825 જંગમ મિલકત છે. તેમણે વ્યક્તિ કે સંસ્થાને રુપિયા 14.10 લાખ તેમના પત્નીએ 2.04 કરોડ અને પરિવારે 8.14 લાખનું ધિરાણ કર્યું છે. તેમની પાસે 93,08,500 અને પત્ની પાસે જમીન સહિત રૂપિયા 7,34,29,200ની સ્થાવર મિલ્કત છે.