Best Pani Puri Centres in Ahmedabad: જ્યારે પણ પાણીપુરીનું નામ આવે છે ત્યારે મોંમાં પાણી આવી જાય છે. એવા બહુ ઓછા લોકો હશે જેમને પાણીપુરી પસંદ ન હોય. મહિલા, પુરુષ અને બાળકો તમામને ભારતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ પાણીપુરી ગમે છે. દરેક શેરી અને ખૂણે પાણીપુરીના સ્ટોલ જોવા મળે છે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે અમદાવાદના સૌથી ફેમસ પાણીપુરી સ્ટોલ.
પાણીપુરી સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેના પાણીમાં અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ગોલગપ્પાનું પાણી તૈયાર કરવા માટે આમલી, ફુદીનો, કાળું મીઠું, જીરું વગેરે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જે સ્વાદ વધારવાની સાથે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

પટેલની પાણીપુરી
અમદાવાદમાં એકવાર તો પટેલ ની પાણીપુરી સ્ટોલની મુલાકાત લેવી જ જોઈએ. પટેલની પાણી પુરી ઈન્ડો-ફ્યુઝન ફ્લેવર્સમાં આવે છે. અહીં કેટલાક ઓપ્શન મળે છે જેમ કે ઇટાલિયન પાણીપુરી, પાન શોટ્સ, કાચી-કેરી શોટ્સ, જે અમદાવાદની નિયમિત ચાટને ટ્વિસ્ટ આપે છે. આ ભારતનું પ્રિય સ્ટ્રીટ પાણીપુરી-ચાટ ખાવા માટેના સૌથી હાઇજેનિક સ્થળોમાંનું એક પણ છે.
સરનામું: વૃંદાવન કોમ્પ્લેક્સ, ઇ-6, ગુરુકુલ રોડ, ગુલાલવાડી ભાજીપાવ પાસે, મેમનગર, અમદાવાદ, ગુજરાત 380052

જગદીશ ચાટ એન્ડ પકોડી સેન્ટર
મસાલેદાર ચાટ આઇટમ્સ જેમ કે રગડા પેટીસ, બાસ્કેટ ચાટ, ભેલ, સેવ પુરી, દહીં વડા વગેરે માટે જગદીશ ચાટ એન્ડ પકોડી સેન્ટર પરફેક્ટ છે.
સરનામું: 3, 120 ફીટ રીંગ રોડ, સર્વોત્તમ નગર સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ, ગુજરાત 380052

શાંતાબેન પાણીપુરીવાળા
અમદાવાદમાં શાંતાબેન પાણીપુરીવાળા બેસ્ટ પાણીપુરી પીરસે છે. અહીં હંમેશા ભારે ભીડ જોવા મળે છે.
સરનામું: હરિકૃપા બિલ્ડીંગ, સ્વામી વિવેકાનંદ બ્રિજ, વિક્ટોરિયા ગાર્ડન સામે, ઓલ્ડ સિટી, લાલ દરવાજા, અમદાવાદ, ગુજરાત 380001

માસીની પાણીપુરી
માસીની પાણીપુરી અમદાવાદમાં બેસ્ટ પાણીપુરી તરીકે ફેમસ છે. અહીં એકવાર પાણીપુરી ખાધા બાદ તમે વારંવાર અહીંની મુલાકાત લેશો. તેઓ પાણીપુરી સાથે ચાટ વાનગીઓ પણ આપે છે.
સરનામું: ભક્ત વલ્લભ ધોલા માર્ગ, ચુનીભાઈ કોલોની, કાંકરિયા, અમદાવાદ, ગુજરાત 380002

દિવાન ભેલ પકોડી સેન્ટર
દિવાન પકોડી અમદાવાદનું એક લોકપ્રિય પાણીપુરી સ્થળ છે.
સરનામું: શિવાલય 2, ગામ, 2, જોધપુર ગામ, ચાર રસ્તા, શ્યામલ પાસે, અમદાવાદ, ગુજરાત 380015

Picture Courtesy: Freepik
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
