મુંબઈ જતાં મુસાફરો ધ્યાન આપે! વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન બોરીવલી સુધી જ જશે, વંદે ભારત એક્સપ્રેસનું નવું ટાઈમટેબલ જાહેર

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝને ટ્રેન 09018 વેરાવળ-બાંદ્રા સ્પેશિયલને બોરીવલી સુધી શોર્ટ ટર્મિનેટ કરી છે. સાથે જ વેરાવળ-સાબરમતી વંદે ભારતનું નવું ટાઈમટેબલ જાહેર કર્યું.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 17 Aug 2026 05:15 AM (IST)Updated: Mon, 17 Aug 2026 05:15 AM (IST)
attention-passengers-traveling-to-mumbai-the-veraval-bandra-special-train-will-run-only-up-to-borivali-new-timetable-for-vande-bharat-express-announced

Western Railway Railway Update: પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મુસાફરોની જાણકારી માટે ટ્રેન વ્યવહારને લગતા બે મહત્વના અપડેટ્સ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વેરાવળથી મુંબઈ બાંદ્રા જતી સ્પેશિયલ ટ્રેનને આંશિક રીતે રદ કરી બોરીવલી સુધી જ ચલાવવાનો નિર્ણય કરાયો છે, જ્યારે સાબરમતી અને વેરાવળ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કરીને નવું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે.

વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ (09018) બોરીવલી સુધી જ દોડશે

રેલવે પ્રશાસન દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, 17 ઓગસ્ટ 2026ના રોજ વેરાવળથી ઊપડીને 18 ઓગસ્ટ 2026ના રોજ બાંદ્રા ટર્મિનસ પહોંચનારી ટ્રેન નંબર 09018 (વેરાવળ - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ)ને બોરીવલી (BVI) સ્ટેશન પર જ શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવશે. એટલે કે આ ટ્રેન બોરીવલી સ્ટેશન સુધી જ દોડશે.

રદ કરાયેલો રૂટ: આ ટ્રેન બોરીવલી (BVI) અને બાંદ્રા ટર્મિનસ (BDTS) વચ્ચે રદ રહેશે.

મુસાફરો માટે સૂચના: બોરીવલીથી આગળ બાંદ્રા તરફ મુસાફરી કરવા માંગતા યાત્રીઓને આગળના પ્રવાસ માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવા રેલવે મંડળે અપીલ કરી છે. મુસાફરોને પડેલી અગવડ બદલ ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

સાબરમતી - વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનું નવું ટાઈમટેબલ

ભાવનગર ડિવિઝને 26901/26902 સાબરમતી - વેરાવળ - સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માટે સુધારેલું સમયપત્રક જાહેર કર્યું છે.

સ્ટેશનનું નામ સાબરમતી થી વેરાવળ (26901) વેરાવળ થી સાબરમતી (26902)
સાબરમતી (SBIB) સવારે 6:00 (ઉપડશે) રાત્રે 10:30 (પહોંચશે)
ગાંધીગ્રામ (GG) સવારે ૦૬:૧૬ રાત્રે ૨૧:૫૫
ધોળકા (DOK) સવારે ૦૬:૫૦ રાત્રે ૨૧:૦૦
ધંધૂકા (DCK) સવારે ૦૭:૩૫ રાત્રે ૨૦:૧૦
બોટાદ (BTD) સવારે ૦૮:૨૦ સાંજે ૧૯:૩૦
ઢોલા (DLJ) સવારે ૦૮:૪૮ સાંજે ૧૮:૫૦
ઢસા (DAS) સવારે ૦૯:૧૭ સાંજે ૧૮:૨૮
ચિતલ (CTL) સવારે ૦૯:૪૩ સાંજે ૧૮:૦૪
જૂનાગઢ (JND) સવારે ૧૧:૦૦ બપોરે ૧૬:૪૮
વેરાવળ (VRL) બપોરે ૧૨:૫૦ (પહોંચશે) બપોરે ૧૫:૫૦ (ઉપડશે)

નવા સમયપત્રક મુજબ ટ્રેનનો સમય અને રૂટ નીચે મુજબ રહેશે:

મુસાફરોને પોતાના પ્રવાસનું આયોજન કરતાં પહેલાં નવા ટાઈમટેબલની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.