AMTS Bus Route Diversion: અમદાવાદમાં 12 ઓગસ્ટ 2026, બુધવારના રોજ રાયપુર બિગ બજારથી સારંગપુર સુધી ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા દરમિયાન સારંગપુરથી એસ.ટી. સ્ટેન્ડ (ગીતામંદિર) સુધીના મુખ્ય માર્ગ પર ભારે ટ્રાફિક રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા રૂટ ડાયવર્ઝનનો મહત્વનો ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે.
AMTS ફેરફારની મુખ્ય વિગતો
ડાયવર્ટ કરાયેલા રૂટ: કુલ 38 રૂટની 284 બસોના રસ્તા બદલવામાં આવ્યા છે. (જેમાં કામા હોટલ, શાહપુર, કાલુપુર, રખિયાલ, પુષ્પકુંજ, શાહઆલમ અને એલિસબ્રિજ થઈને બસો પસાર થશે).
| ક્રમ | રૂટ નંબર | ડાયવર્ઝનનો નવો માર્ગ |
| 1 | 33, 37શ, 56, 56/1,103, 123, 123શ, 133, 135૫, 238 | લાલ દરવાજાથી કામા હોટલ, શાહપુર, દિલ્હી દરવાજા, કાલુપુર થઈ અસલ રસ્તે. |
| 2 | 17, 17શ, 28, 87, 117, 128 | પુષ્પકુંજ, બાલવાટિકા, અનુપમ બ્રિજ, રખિયાલ, ચારતોડા કબ્રસ્તાન/સરસપુર, કાલુપુર થઈ અસલ રસ્તે. |
| 3 | 38/3, 58 | બાલવાટિકા, અનુપમ બ્રિજ, રખિયાલ, નૂતન મિલ, ચામુંડા થઈ અસલ રસ્તે. |
| 4 | 142, 142/1, 144/1, 148, 144 | એસ.ટી. સ્ટેન્ડ, મજૂરગામ, ભૂલાભાઈ, શાહઆલમ ટોલનાકા, પુષ્પકુંજ, અનુપમ બ્રિજ, રખિયાલ, નૂતન મિલ થઈ અસલ રસ્તે. |
| 5 | 13/1, 136, 141, 147, 149, 149/1 | લાલ દરવાજા, એલિસબ્રિજ, પાલડી, સરદારબ્રિજ, એસ.ટી. સ્ટેન્ડ, મજૂરગામ, ભૂલાભાઈ, શાહઆલમ ટોલનાકા, પુષ્પકુંજ, અનુપમ બ્રિજ, ન્યૂ કોટન મિલ થઈ અસલ રસ્તે. |
| 6 | 48, 48/2, 137, 150 | કાલુપુર, ચારતોડા કબ્રસ્તાન, રખિયાલ, બળિયાકાકા થઈ અસલ રસ્તે. |
| 7 | 32, 42, 72 | એસ.ટી. સ્ટેન્ડ, મજૂરગામ, ભૂલાભાઈ, શાહઆલમ ટોલનાકા, પુષ્પકુંજ, અનુપમ બ્રિજ થઈ અસલ રસ્તે. |
| 8 | 141/1 | લાલ દરવાજા, એલિસબ્રિજ, પાલડી, સરદારબ્રિજ, એસ.ટી. સ્ટેન્ડ, મજૂરગામ, ભૂલાભાઈ, શાહઆલમ ટોલનાકા, પુષ્પકુંજ થઈ અસલ રસ્તે. |
| 9 | 151, 151/3, 151/4, 152, 152શ, 152/1 | લાલ દરવાજા, એલિસબ્રિજ, પાલડી, સરદારબ્રિજ, એસ.ટી. સ્ટેન્ડ, મજૂરગામ, ભૂલાભાઈ, શાહઆલમ ટોલનાકા, પુષ્પકુંજ, અનુપમ બ્રિજ થઈ અસલ રસ્તે. |
| 10 | 106, 107 | દિલ્હી દરવાજા, કાલુપુર, ચારતોડા કબ્રસ્તાન, પટેલ મિલ, રખિયાલ થઈ હાલના અસલ રસ્તે. |
ટૂંકાવવામાં આવેલા રૂટ (Short Terminated): 19 રૂટની 51 બસોને રસ્તા વચ્ચેથી જ પરત અસલ રૂટ પર મોકલાશે (જેમાં મોતી મહેલ હોટેલ કાલુપુર, ન્યૂ કોટન મિલ અને ગીતામંદિર S.T. સ્ટેન્ડથી બસો ચલાવવામાં આવશે).
| ક્રમ | રૂટ નંબર | સંચાલિત કરવાનું નવું સ્થળ / ટર્મિનસ |
| 1 | 123/1, 126, 127, 89/3શ, 76, 125/1 (બીજી પાળીમાં) | મોતી મહેલ હોટેલ (કાલુપુર) થી સંચાલિત કરવી. |
| 2 | 143, 143/1, 148, 148/1 | ન્યૂ કોટન મિલ થી સંચાલિત કરવી. |
| 3 | 36/1, 37/4, 49/1, 49શ, 28શ, 29, 87, 117/1 | એસ.ટી. સ્ટેન્ડ (ગીતામંદિર) થી સંચાલિત કરવી. |
સ્ટાફ અને મુસાફરો માટે અગત્યની સૂચનાઓ
ડ્રાઈવર/કંડક્ટર માટે: શીફ્ટ ચેન્જના સમયે જ્યાં સુધી બીજી પાળીનો સ્ટાફ ન આવે ત્યાં સુધી પહેલી પાળીના કર્મચારીઓએ બસ પર હાજર રહેવાનું રહેશે.
સ્ટાર્ટર વિભાગ માટે: બીજી પાળી દરમિયાન શીફ્ટ ચેન્જ વખતે સારંગપુર ટર્મિનસ ખાતેની હાજરીના સ્ટાફની વ્યવસ્થા જમાલપુર ખાતેથી વહેલી કરી, ટૂંકાવેલ રૂટો ચાલુ થાય તે સ્થળે પહોંચાડવાના રહેશે.
માર્ગ ફેરફાર અધિકાર: પરિસ્થિતિ મુજબ સુપરવાઈઝરી સ્ટાફ અને ટર્મિનસ અધિકારીઓ જરૂરિયાત મુજબ સમયસૂચકતા વાપરીને બસના માર્ગમાં ફેરફાર કરી શકશે.
મુસાફરો માટે: ડાયવર્ઝન દરમિયાન નવા માર્ગ પર આવતા તમામ AMTS બસ સ્ટેન્ડ પરથી મુસાફરોને ચડવા તથા ઊતરવાની મંજૂરી રહેશે.
