અમિત શાહ 9 નવેમ્બરે ગુજરાતમાં: ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં કરશે ₹1,024 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

આગામી 9 નવેમ્બરે સવારે 11 વાગ્યે અમિત શાહના હસ્તે અમદાવાદ ખાતે જનહિતકારી પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 05 Nov 2026 07:35 PM (IST)Updated: Thu, 05 Nov 2026 07:35 PM (IST)
amit-shah-gujarat-visit-november-9-gandhinagar-1024-crore-development-projects

Amit Shah Gujarat Visit: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગામી ગુજરાત પ્રવાસ અંગેની માહિતી આપી હતી. નોંધનીય છે કે, આગામી 9 નવેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં કુલ 1,024 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, આગામી 9 નવેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગરના સાંસદ અમિત શાહના અધ્યક્ષસ્થાને ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં કુલ 1,024 કરોડ રૂપિયાના ખર્ચે થનાર 30 વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ વિકાસ કાર્યોમાં મુખ્યત્વે હાઉસિંગ પ્રોજેક્ટ, વોટર પ્રોજેક્ટ સહિત શહેરીજનોની સુવિધાઓને લગતા વિવિધ કાર્યોનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિવાળીના પર્વ નિમિત્તે 7 થી 11 નવેમ્બર દરમિયાન ગુજરાતના 4 દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ પરિવાર સાથે તહેવાર મનાવવાની સાથે ઈસ્કોનથી સરખેજ એલિવેટેડ કોરિડોર સહિત અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકો માટે રૂ. 1,500 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

આ ઉપરાંત, અમિત શાહ અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની પૂર્વ તૈયારીઓ અંગે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક કરશે અને શહેરમાં રમતગમતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રગતિની ચર્ચા કરશે. નૂતન વર્ષના દિવસે અમિત શાહ પોતાના નિવાસસ્થાને ભાજપના કાર્યકરો તથા શુભેચ્છકો સાથે સ્નેહ મિલન યોજી મુલાકાત કરશે.