Ahmedabad: ગ્રીન નેટ ન બાંધવા બદલ અમદાવાદમાં 21 કન્સ્ટ્રક્શન સાઇટ સીલ; AMCએ કુલ ₹1.5 લાખનો દંડ વસૂલ્યો

અમદાવાદ મહાનગરપાલિકાએ બિલ્ડરોને કુલ રૂ.1.5 લાખનો દંડ ફટકાર્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 11 Mar 2026 09:04 AM (IST)Updated: Wed, 11 Mar 2026 09:04 AM (IST)
amc-sealed-21-construction-sites-in-ahmedabad-for-failing-to-install-green-nets
HIGHLIGHTS
  • ગ્રીન નેટ ન બાંધતી 21 કન્સ્ટ્રક્શન સાઇટ સીલ
  • ચાંદલોડિયા, ગોતા અને થલતેજમાં કાર્યવાહી
  • AMC દ્વારા કુલ ₹1.5 લાખનો દંડ વસૂલાયો

Ahmedabad construction site sealed: અમદાવાદ શહેરમાં પ્રદૂષણ ફેલાવતા અને મહાનગરપાલિકાના નિયમોનો ભંગ કરતા બિલ્ડરો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં ગ્રીન નેટ ન હોય તેવી કન્સ્ટ્રક્શન સાઈટને સીલ કરવામાં આવી છે. જેમાં ચાંદલોડિયાની 13, ગોતાની 6 અને થલતેજની 2 સાઈટનો સમાવેશ થાય છે.

ગ્રીન નેટ લગાવવી ફરજિયાત

અમદાવાદ શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ પર ગ્રીન નેટ લગાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. જોકે, કેટલાક બિલ્ડરો દ્વારા આ નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આવા એકમો સામે લાલ આંખ કરવામાં આવી છે.

શહેરની કુલ 21 સાઇટ્સ સીલ

અમદાવાદ મહાનગરપાલિકા તંત્રની કડક કાર્યવાહીના ભાગરૂપે ચાંદલોડિયા, ગોતા અને થલતેજ વિસ્તારમાં ગ્રીન નેટ ન લગાવવા બદલ કુલ 21 જેટલી સાઇટ્સને સીલ કરી દેવામાં આવી છે. જેમાં ચાંદલોડિયાની 13, ગોતાની 6 અને થલતેજની 2 સાઈટનો સમાવેશ થાય છે. સાથે જ AMC દ્વારા આ સાઈટ ધારકો પાસેથી કુલ 1.5 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

AMCએ કઈ સાઇટ્સ સીલ કરી?

  • ગોતા (6 સાઇટ): સમત્વ મેગ્નોલિયા, આર્કેડિયા-11, આર્કેડિયા-17, સાંકેત, ધ સેવન અને આત્મ્ય ગેંડયોગને સીલ કરવામાં આવી છે.
  • ચાંદલોડિયા (13 સાઇટ): આદિતી સાફેયાર, શ્લોક એમાલ્ટસ, માલાબાર રિટરેટ, રત્નમ ઓપલ, સોલો લેકવ્યુ, આઇડિય ઇરોરિયા, આરિસ્ટો આનત્તમ, એક્વા વિષ્ટા, સિદ્ધાર્થ વૃદાંવન-1, મિલેનિયમ એટ્રિક્સ, સેવન્થ ઓરર્ચીડ, રાજશ્રી રિગાલિયા અને સમંત્વ નામની સાઇટ્સ સીલ કરાઈ છે.
  • થલતેજ (2 સાઇટ): સ્ટેટસ અલ્ટિઝા અને આર્ટિકોને પણ સીલ કરવામાં આવી છે.

કુલ 1.5 લાખના દંડની વસૂલાત

માત્ર સાઇટ્સ સીલ કરવા પૂરતી કાર્યવાહી સીમિત રહી નથી, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન નેટ નહીં લગાવનાર આ એકમો પાસેથી ભારે દંડ પણ વસૂલવામાં આવ્યો છે. AMC દ્વારા ચાંદલોડિયામાં ₹1 લાખ, ગોતામાં ₹25 હજાર અને થલતેજમાં ₹25 હજાર એમ કુલ ₹1.5 લાખના દંડની વસૂલાત કરવામાં આવી હતી. શહેરમાં પ્રદૂષણ અટકાવવાની દિશામાં આ પગલા લેવાયા છે.