સરકારી શાળાના બાળકો પણ હવે ખાનગી શાળાઓ સમકક્ષ બનશે: જાણો AMC ના નવા આયોજન વિશે

દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ શરુ થનારા નવા શૈક્ષણિક સત્રથી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓમાં એક મોટો બદલાવ જોવા મળશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 08 Nov 2026 09:08 AM (IST)Updated: Sun, 08 Nov 2026 09:08 AM (IST)
amc-school-board-digital-literacy-civic-sense-training-1-76-lakh-students

Ahmedabad News: દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ શરુ થનારા નવા શૈક્ષણિક સત્રથી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓમાં એક મોટો બદલાવ જોવા મળશે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતા 1,76 લાખથી વધુ વિદ્યાર્થીઓને હવે પ્રાથમિક શિક્ષણની સાથે ડિજિટલ સાક્ષરતા અને સિવિક સેન્સની વિશેષ તાલીમ આપવામાં આવશે.

કયા વિષયોને આવરી લેવામાં આવશે

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના સૂચન બાદ આ નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. બાળકોમાં નાનપણથી જ જવાબદાર નાગરિકના ગુણો કેળવાય તે હેતુથી નીચે મુજબના મહત્વના વિષયોનો તાલીમમાં સમાવેશ કરાશે જેમાં બાળકોને આધુનિક ટેકનોલોજી, કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનો સુરક્ષિત તથા સદુપયોગ, શહેરી જીવન શૈલી અને નાગરિક તરીકેની પ્રાથમિક ફરજો, શાળા અને શહેરને સ્વચ્છ રાખવાની ટેવો, વાહન વ્યવહારના નિયમો અને ટ્રાફિક શિસ્તનું પાલન. પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સમાવેશ થાય છે.

460 શાળાઓમાં આધુનિક સુવિધાઓ સાથે શિક્ષણ

અમદાવાદ શહેરની ઝડપી વિકાસની સાથે સાથે સ્વચ્છતા અને ટ્રાફિકની સમસ્યાઓ પણ વધી રહી છે. આ ભવિષ્યના પડકારો સામે બાળકો અત્યારથી જ સજ્જ થાય તે આ તાલીમનો મુખ્ય ઉદેશ્ય છે. શહેરના જુદા જુદા વોર્ડમાં આવેલી 460 જેટલી મ્યુનિસિપલ શાળાઓમાં બાળકોને કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ સુવિધા સાથેનું આધુનિક શિક્ષણ પૂરું પાડવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનરની વીકલી રિવ્યુ બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી સરકારી શાળાના બાળકો માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતા સીમિત ન રહેતા વ્યવહારુ અને ટેકનોલોજીકલ જ્ઞાનમાં પણ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓની સમકક્ષ બનશે.