AMC Monsoon 2026: ચોમાસાની સિઝન દરમિયાન શહેરમાં વરસાદ સંબંધિત કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિ, પાણી ભરાવાની સ્થિતિ, વૃક્ષ પડવાની ઘટના, ડ્રેનેજ સમસ્યા, ફાયર ઇમરજન્સી અથવા અન્ય નાગરિક સમસ્યાઓ અંગે તાત્કાલિક પ્રતિસાદ મળી રહે તે માટે અમદાવાદના મેયર હિતેષભાઈ બારોટ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ મોનસૂન-2026 માટે વિશેષ કંટ્રોલ રૂમ વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે. શહેરના તમામ ઝોનમાં 24 કલાક કાર્યરત રહે તેવી કંટ્રોલ રૂમ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને નાગરિકોને જરૂરી સહાય ઝડપથી મળી રહે તે માટે વિવિધ ટેલિફોન અને વોટ્સએપ નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે.
| સંપર્ક માધ્યમ | નંબર |
| ફોન નંબરો | 9099010718, 9099035920, 079-26582520, 079-26582530 |
| વોટ્સએપ | 9978355303 |
આ પણ વાંચો
ઝોનલ કંટ્રોલ રૂમ અને ઈમરજન્સી નંબરો
| ઝોન | મુખ્ય સંપર્ક નંબરો | વોટ્સએપ નંબર |
| મધ્ય ઝોન | 079-25353858, 079-25353717 | 9099064167 |
| પશ્ચિમ ઝોન | 079-27550910 | 6359980916 |
| ઉત્તર પશ્ચિમ ઝોન | 079-26841206, 9099073458 | 9726419112 |
| દક્ષિણ પશ્ચિમ ઝોન | 079-29910161 | 6359980913 |
| પૂર્વ ઝોન | 079-22970422, 9726416106 | 9099063856 |
| દક્ષિણ ઝોન | 079-25465399, 079-25465255 | 9099063239 |
| ઉત્તર ઝોન | 079-22801182, 079-22842926 | 9726415552 |
(નોંધ: દરેક ઝોનમાં અન્ય વોર્ડ કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે, વિગતો માટે ઉપર દર્શાવેલ નંબર પર સંપર્ક કરવો.)
અન્ય મહત્વની ઇમરજન્સી સેવાઓ
- ફાયર બ્રિગેડ: 101, 102, 079-22148465/66/67/68
- ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન: 9726415808
- SRFDCL કંટ્રોલ રૂમ: 079-26580430
બગીચા વિભાગ (વૃક્ષ પડવાની ઘટના માટે)
| ઝોન | હેલ્પલાઇન નંબર |
| મધ્ય ઝોન | 6359961826 |
| પૂર્વ ઝોન | 6359961827 |
| પશ્ચિમ ઝોન | 6359961842 |
| ઉત્તર પશ્ચિમ ઝોન | 6359961831 |
| દક્ષિણ પશ્ચિમ ઝોન | 6359961832 |
| ઉત્તર ઝોન | 6359961838 |
| દક્ષિણ ઝોન | 6359961836 |
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને અપીલ કરી છે કે ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની તાકીદની સ્થિતિ, પાણી ભરાવાની ઘટના, વૃક્ષ પડવા, ગટર-ડ્રેનેજ સમસ્યા અથવા અન્ય નાગરિક સુવિધા સંબંધિત ફરિયાદો માટે સંબંધિત ઝોનના કંટ્રોલ રૂમનો સંપર્ક કરે અને તંત્રને જરૂરી સહકાર આપે. AMC દ્વારા તમામ વિભાગોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે જેથી વરસાદી પરિસ્થિતિમાં શહેરના જનજીવન પર ઓછામાં ઓછી અસર થાય અને નાગરિકોને ઝડપી સેવા મળી રહે.
