AMC Draft Budget 2024: અમદાવાદમાં સિંધુભવન રોડ પર 125 કરોડના ખર્ચે સિટી સ્કેવર-1 બનાવાશે, 125 મીટર ઉંચાઇનુ હશે કોર ટાવર

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 31 Jan 2024 03:37 PM (IST)Updated: Wed, 31 Jan 2024 03:44 PM (IST)
amc-draft-budget-2024-25-city-square-1-will-be-constructed-at-the-cost-of-125-crores-on-sindhu-bhawan-road-in-ahmedabad

AMC Draft Budget 2024-25: અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આજે 2024-25નું 10801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં આગામી સમયમાં શહેરમાં નવા વિકાસકાર્યો અને શહેરીજનોને નવી શું સિવિધા મળશે એ અંગે જણાવ્યું હતું. આગામી સમયમાં અમદાવાદના સિંધુ ભવન રોડ પર 125 કરોડના ખર્ચે સિટી સ્ક્વેર-1નું નિર્માણ કરવામાં આવશે.

સિંધુ ભવન રોડ પર બનનારા આ સિટી સ્ક્વેરની વિશેષતા જાણીએ તો 125 મીટર ઉંચાઇનું કોર ટાવર હશે. ફૂડ કોર્ટ, સ્કાય લાઇટ્સ, એમ્ફી થિયેટર, સિટિંગ ડેક્સ, વોટર ફાઉન્ટેન, સેન્ટ્રલ કોર્ટ, પ્લાન્ટેશન હશે. આ સિટી સ્કેવર બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા 125 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

પાંચ આઇકોનિક રોડ બનાવાશે
આગામી સમયમાં પાંચ આઇકોનિક રોડ બનાવવામાં આવશે. જેમાં શાંતીપુરા ચોકડીથી સાણંદ ચોકડી થઇ કેડીલા સર્કર રોડ, નરોટા મુક્તીધામથી દહેગામ જંકશન, એસપી રીંગ રોડ કાકે દા ધાબા જંકશન, પકવાન જંકશનથી કેશવભાગ(જજીસ બંગ્લોઝ રોડ), એરપોર્ટ સર્કલથી ડફનાળા જંકશનનો સમાવેશ કરાયો છે. આ આઇકોનિક રોડમાં પાર્કિંગ, ગ્રીન બેલ્ટ સાથેના વોક વે, સિટિંગ એરેજમેન્ટ, ઇલેક્ટ્રિક વ્હીકલનું ચાર્જિંગ ફેસેલિટી હશે.

નરોડા વિસ્તારમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ
નરોડા વિસ્તારમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવશે. ડેડ કિ.મી. ઓછા કરવા 4 લોકેશન પર બસ ઓન-રૂટ ચાર્જીગ ફેસીલીટી શરૂ કરાશે. નવી 100 ઈલેકટ્રીક બસોથી દૈનિક 10 હજાર કિ.લો. ફ્યુઅલની બચતથી (Co2e) (કાર્બન ડાયોકસાઈડ અને અન્ય) GHG (ગ્રીન હાઉસ ગેસીસ)ના Emission માં 27 હજાર કિ.ગ્રામ. ઘટાડો હાંસલ થશે. લાસ્ટ માઈલ કનેક્ટિવીટી માટે 5 એરીયા કલ્સટર માં કુલ 300 જેટલી ઈ-રીક્ષા ઉપલબ્ધ કરવામાં આવી શકશે.

naidunia_image

સરદાર બાગ નજીક ટુરીસ્ટ ઇન્ટરપ્રિટેશન સેન્ટર
હેરિટેજ ડેવલપમેન્ટ અંતર્ગત અમદાવાદ શહેરમાં જુદીજુદી જગ્યાએ આવેલ હેરીટેજ સ્ટ્રકચર્સ / ઇમારતો વગેરે રીપેર અને રીસ્ટોરેશનની કામગીરી હાથ ધરાશે. મધ્યઝોનમાં આવેલ સરદાર બાગ નજીક ટુરીસ્ટ ઇન્ટરપ્રિટેશન સેન્ટરની કામગીરી કરાશે. હેરીટેજ પોળ માટે હેરીટેજ ડિજઝાસ્ટર પ્રિપેર્ડનેસ કીટનું કામ અને હેરીટેજ મકાનો માટે દેખરેખ, મંજૂરીઓ, અને ટ્રસ્ટની વિગતો માટે કોમ્પ્યુટરાઇઝડ અને ઓનલાઇન કરવાનું કામ કરવામાં આવશે. આ માટે અંદાજીત 20 કરોડ ખર્ચાશે.

ઇન્દીરા બ્રીજથી નર્મદા કેનાલ સુધી રીવરફ્રન્ટ
ગુજરાત સરકાર અને શોભા રીયાલ્ટી, દુબઇ સાથે થયેલ એમ.ઓ.યુ. અંતગર્ત સાબરમતી રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન મારફતે અંદાજીત 4.5 કિ.મી.માં રીવર ફ્રન્ટ ફેઝ-૩ અંતગર્ત ઈન્દીરા બ્રીજથી નર્મદા મેઈન કેનાલ સુધી રીવરફ્રન્ટ વિકસાવવામાં આવશે. આ માટે અંદાજીત 1 હજાર કરોડનો ખર્ચ કરાશે.

naidunia_image

બાયોડાયવર્સિટી પાર્કમાં મેડિટેશન-યોગા સેન્ટર
સાબરમતી નદીના પશ્ચિમ કાંઠે બાયોડાયર્વસીટી પાર્કમાં 25 કરોડના ખર્ચે મેડીટેશન કમ યોગા સેન્ટર બનાવવામાં આવશે. સાબરમતી રીવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં ટાગોર હોલની પાછળ 25 કરોડના ખર્ચે કલ્ચરલ/કન્વેન્શન/બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે. ગાંધી બ્રીજથી નહેરુ બ્રીજની વચ્ચેના સ્ટ્રેચ તથા ગુજરી બજાર ખાતે વ્હીકલ પાર્કીંગ લોટ માટેનું આયોજન છે. નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારે લોઅર પ્રોમનાડમાં ગ્રીન વોલનું નિર્માણ કરવામાં આવશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.