અમદાવાદ મનપાના વર્ગ-4 ના કર્મચારીઓ માટે ખુશખબર! AMC આપશે કુલ ₹12 કરોડનું દિવાળી બોનસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ-4 ના આશરે 16,800 કર્મચારીઓને અંદાજે ₹12 કરોડ દિવાળી બોનસ ચૂકવણી થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 03 Nov 2026 06:24 PM (IST)Updated: Tue, 03 Nov 2026 06:24 PM (IST)
amc-class-4-employees-diwali-bonus-7000-rupees-ahmedabad-news

AMC Class-4 Employee Diwali Bonus: દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ગ-4 ના કર્મચારીઓ માટે એક મહત્વનો અને આનંદદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ધોરણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ-4 ના આશરે 16,800 કર્મચારીઓને દિવાળી નિમિત્તે પ્રતિ કર્મચારી ₹ 7,000 બોનસ ચૂકવવામાં આવશે.

આ નિર્ણય રાજ્ય સરકારના નાણા વિભાગના ઠરાવ અન્વયે અમદાવાદ મનપા દ્વારા લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ-4 ના આશરે 16,800 કર્મચારીઓને બોનસનો સીધો લાભ મળશે. નક્કી કરવામાં આવેલ મર્યાદા અનુસાર દરેક વર્ગ-4 ના પ્રત્યેક કર્મચારીને 7 હજાર રૂપિયાનું બોનસ ચૂકવવામાં આવશે.

આ દિવાળી બોનસનીચૂકવણીના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર આશરે 12 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તહેવારોના સમયે બોનસ ચૂકવવાનો નિર્ણય થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ-4 ના કર્મચારીઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.