અમદાવાદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝૂંબેશ, કેવી રીતે અને ક્યાં અરજી કરવી? જાણો મહત્વની તારીખો અને વિગત

આ ઝુંબેશ અંતર્ગત બુથ લેવલ અધિકારી (BLO) મતદાન મથકો પર રૂબરૂ ઉપસ્થિત રહેશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 02 Oct 2026 03:58 PM (IST)Updated: Fri, 02 Oct 2026 03:58 PM (IST)
ahmedabad-voter-list-revision-campaign-2026-new-voter-registration-dates
AI Generated Image

Ahmedabad Voter List Revision: અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગોમાં નવા અને પ્રથમ વખત મતદાર તરીકે પાત્રતા ધરાવતા યુવા નાગરિકો માટે નામ નોંધણી અર્થે વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના ચૂંટણી પંચ અને ગુજરાતના સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા હાથ ધરાયેલી ઝૂંબેશ હેઠળ ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની નિર્ધારિત તારીખોએ BLO મતદાન મથકો પર ઉપસ્થિત રહીને હક-દાવા તથા વાંધા અરજી સ્વીકારશે.

ચૂંટણી પંચ દ્વારા વિશેષ ઝુંબેશનું આયોજન

અમદાવાદ જિલ્લાના અધિક જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવ્યા અનુસાર, ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી તેમજ ગુજરાતના સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા SIR ની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય તેવા રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

આ ઝુંબેશનો મુખ્ય હેતુ મતદાર યાદીમાં નોંધણીથી બાકી રહી ગયેલા નાગરિકો તેમજ યુવા અને પ્રથમ વખત મતદાર તરીકે પાત્રતા ધરાવતા નાગરિકોના નામ મતદારયાદીમાં નોંધવાનો છે. જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગોમાં આ સુધારણા કામગીરી હાથ ધરવામાં આવશે.

અરજી કરવાની મહત્વની તારીખ અને સમય

તારીખ સમય કામગીરી
11 ઓક્ટોબર 2026 સવારે 10થી સાંજે 5 મતદાર યાદી સુધારણા
18 ઓક્ટોબર 2026 સવારે 10થી સાંજે 5 મતદાર યાદી સુધારણા
25 ઓક્ટોબર 2026 સવારે 10થી સાંજે 5 મતદાર યાદી સુધારણા
1 નવેમ્બર 2026 સવારે 10થી સાંજે 5 મતદાર યાદી સુધારણા

મહત્વપૂર્ણ તારીખો અને સમયની વિગત

આ ખાસ ઝુંબેશ અંતર્ગત બુથ લેવલ અધિકારી (BLO) સંબંધિત મતદાન મથકો પર રૂબરૂ ઉપસ્થિત રહેશે.

ઝુંબેશની તારીખો: 11 ઓક્ટોબર, 18 ઓક્ટોબર, 25 ઓક્ટોબર અને 1 નવેમ્બર

કામગીરીનો સમય: નિર્ધારિત તારીખના સવારે 10:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી.

સ્થળ: અમદાવાદ જિલ્લાના સંબંધિત મતદાન મથક ખાતે.

અરજી કરવાની પદ્ધતિ અને ડિક્લેરેશન ફોર્મ

અમદાવાદ જિલ્લાના મતદાર યાદીમાં નોંધણી કરાવવાથી બાકી રહી ગયેલા નાગરિકો તેમજ પ્રથમ વખત પાત્રતા ધરાવતા યુવાનો આ સુવિધાનો લાભ લઈ શકશે.

જરૂરી પુરાવા સાથે રજૂઆત: પાત્રતા ધરાવતા નાગરિકો પોતાની નજીકના મતદાન મથકે જરૂરી આધાર-પુરાવા સાથે બુથ લેવલ અધિકારીઓ સમક્ષ હક-દાવા તથા વાંધા અરજી રજૂ કરી શકશે.

ડિક્લેરેશન ફોર્મમાંથી મુક્તિ: આ ખાસ ઝુંબેશ અંતર્ગત નોંધણીથી બાકી રહી ગયેલા તેમજ પ્રથમ વખત મતદાર તરીકે પાત્ર બનેલા નાગરિકોએ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે નહીં, તેમ અમદાવાદ જિલ્લા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.