Ahmedabad Vegetables Price Hike: નવરાત્રી અને દીવાળી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે સામાન્ય નાગરિકો બજારમાં પોતાના ઘર માટે સામાનની ખરીદી કરે છે. પરંતુ જેમ જેમ મોંઘવારી વધી રહી છે. તેમ સામાન્ય લોકો માટે જીવનજરુરિયાતની વસ્તુઓ ખરીદવી સ્વપ્ન સમાન બની ગઈ છે. બીજી બાજુ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા સામાન્ય લોકો અને ગૃહિણીઓનુ બજેટ ખોરવાતા ગંભીર અસર પડી છે.
લીંબુ અને વટાણાના ભાવો વધ્યા
હોલસેલ માર્કેટમાં શાકભાજીની આવકમાં પણ 25 ટકા જેટલો ઘટાડો થયો છે. શાકભાજીની ઓછી આવક અને વધતી માગને લીધે છૂટક બજારમાં શાકભાજીના ભાવોમાં પ્રતિ કિલોએ રુ.80થી 100ને પાર પહોંચી ગયાછે. અમદાવાદના શાકભાજી માર્કેટમાં લીંબુ અને વટાણા મોંઘાદાટ થયા છે. વટાણાનો સર્વાધિત ઉપયોગ હોટેલ અને સામાન્ય ઘરોમાં વધુ થાય છે. તેવા વટાણાના ભાવ પ્રતિ કિલો 200એ નોંધાયો છે.
સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું
જ્યારે ખાટા લીંબુના ભાવ પણ વધ્યા છે. બજારમાં 200 રુપિયા કિલોએ વેચાતાં સામાન્ય લોકોની પહોંચની બહાર જઈ રહ્યા છે. બજારોમાં કારેલા, તુરીયા અને મેથી પ્રતિ કિલો રુ.80-100ના ભાવે વેચાઈ રહ્યા છે. તેમજ ફ્લાવર, ગાજર, રીંગણ અને કોથમીરના ભાવ પણ રુ,80-90એ પહોંચ્યા છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે.
ટામેટા અને ડુંગળીના ભાવમાં ઉછાળો
સામાન્ય રીતે ઘરોમાં નિયમિતપણે વપરાશમાં લેવાતી કાકડી અને ડુંગળીના ભાવ રુ.70 અને ટામેટા અન કોબીઝના ભાવો 40થી 60 પ્રતિ કિલોએ વેચાઈ રહ્યા છે. 20-30 રુપિયે કિલો વેચાતી ડુંગળીના ભાવ રુ.70, આદુ રુ.150-180, બટેકા રુ.40 ભાવ થયા છે. શાકભાજીના ભાવોમાં એકાએક ઉછાળો આવતાં ગૃહિણીઓ અને મધ્યમ વર્ગના લોકો હવે પોતાની ખરીદીમાં કાપ મૂકવા મજબૂર બન્યા છે.
| શાકભાજી | ભાવ (રૂપિયા પ્રતિ કિલો) |
| લીંબુ | ₹ 200 |
| વટાણા | ₹ 200 |
| આદુ | ₹ 150 - 180 |
| તુરીયા | ₹ 80 - 100 |
| કારેલાં | ₹ 80 - 100 |
| કોથમીર | ₹ 80 |
| ડુંગળી | ₹ 70 |
| કાકડી | ₹ 70 |
| રીંગણ, ફ્લાવર, ગાજર | ₹ 70 |
| ટામેટાં - કોબી | ₹ 50 |
