Ahmedabad Division Train Timings: પશ્ચિમ રેલવે દ્વારા ઓપરેશનલ કારણોસર અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળ પર દોડતી કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનોના સમયમાં આંશિક ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર આગામી ઓક્ટોબર મહિનાથી લાગુ થવા જઈ રહ્યો છે, જેથી મુસાફરી કરતા પહેલા પ્રવાસીઓએ નવું ટાઈમ ટેબલ નોંધી લેવું અનિવાર્ય છે.
અસારવા–ઉદયપુર સિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નં. 20988)
અમલમાં આવવાની તારીખ: 4 ઓક્ટોબર 2026થી
સમયમાં ફેરફાર: આ ટ્રેન હવે અસારવા ખાતેથી નિર્ધારિત સમય કરતાં 10 મિનિટ વહેલી એટલે કે સવારે 6:50 વાગ્યાના બદલે 6:40 વાગ્યે પ્રસ્થાન કરશે.
વચગાળાના મુખ્ય સ્ટેશનો પર આગમન સમય-
- સરદારગ્રામ: 6:45 વાગ્યે
- નરોડા: 6:49 વાગ્યે
- નાંદોલ દહેગામ: 7:05 વાગ્યે
- તલોદ: 7:27 વાગ્યે
- પ્રાંતિજ: 7:40 વાગ્યે
- હિંમતનગર: 8:18 વાગ્યે
- અંતિમ ગંતવ્ય: આ ટ્રેન ઉદયપુર સિટી બપોરે 12:10 વાગ્યે પહોંચશે.
ઉદયપુર સિટી–અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નં.20987)
- અમલમાં આવવાની તારીખ: 3 ઓક્ટોબર 2026થી
- સમયમાં ફેરફાર: આ ગાડી ઉદયપુર સિટીથી તેના જૂના સમય 16:05 વાગ્યાના બદલે 15 મિનિટ મોડી એટલે કે સાંજે 16:20 વાગ્યે ઉપડશે.
- રૂટની વિગતો: આ ટ્રેન હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, નાંદોલ દહેગામ, નરોડા અને સરદારગ્રામ સ્ટેશનો પર હવે સંશોધિત (રિવાઇઝ્ડ) સમય અનુસાર જ પહોંચશે અને રાત્રે 21:45 વાગ્યે અસારવા પહોંચશે.
અસારવા–કોટા દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ (ટ્રેન નં. 19821)
- અમલમાં આવવાની તારીખ: 3 ઓક્ટોબર 2026થી
- સમયમાં ફેરફાર: અસારવાથી ઉપડતી આ ટ્રેન હવે 10 મિનિટ વહેલી એટલે કે સવારે 8:55 ના બદલે 8:45 વાગ્યે રવાના થશે
સ્ટેશન ટાઈમિંગ
સરદારગ્રામ: 8:50 /8:52 વાગ્યે
નાંદોલ દહેગામ: 9:18 /9:20 વાગ્યે
- હિંમતનગર: 10:23 /10:25 વાગ્યે
ઇન્દોર–અસારવા વીરભૂમિ એક્સપ્રેસ (ટ્રેન નં. 19315)
અમલમાં આવવાની તારીખ: 3 ઓક્ટોબર 2026થી
મુખ્ય સ્ટેશનો પર આગમન સમય
- હિંમતનગર સ્ટેશન: 8:45 /8:47 વાગ્યે
- પ્રાંતિજ સ્ટેશન: 9:06 /9:08 વાગ્યે
- તલોદ સ્ટેશન: 9:11 /9:13 વાગ્યે
આગ્રા કેન્ટ–અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નં. 20178)
- અમલમાં આવવાની તારીખ: 3 ઓક્ટોબર2026થી
- સમય ફેરફાર: હિંમતનગર સ્ટેશન પર આ ટ્રેનનો આગમન/પ્રસ્થાન સમય સવારે 9:20 /9:22 વાગ્યે રહેશે.
રેલવે પ્રશાસનની અપીલ
રેલવે વિભાગ દ્વારા તમામ મુસાફરોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ આ ફેરફારોને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સ્ટેજવાઈઝ સ્ટોપેજ, આગમન અને પ્રસ્થાન અંગેની વધુ વિગતવાર કે અદ્યતન માહિતી માટે પ્રવાસીઓ અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે જેથી અગવડતાથી બચી શકાય.
