સોલા STP દુર્ઘટના મામલે મોટી કાર્યવાહી: કોન્ટ્રાક્ટરોને ₹50 લાખનો દંડ, મૃતકોના બાળકોની જવાબદારી પણ લેવી પડશે

મૃત્યુ પામનાર બંને કામદારોના પરિવારોને 30-30 લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 05 Nov 2026 06:39 PM (IST)Updated: Thu, 05 Nov 2026 06:39 PM (IST)
ahmedabad-sola-stp-accident-contractor-fined-50-lakh-workers-families-compensation

Ahmedabad Sola STP Accident: ગત 26 ઓક્ટોબરના રોજ અમદાવાદના સોલા વિસ્તારમાં સ્થિત STP પ્લાન્ટમાં પડી જવાથી 2 મજૂરોના મોત થયા હતા. આ બનાવમાં અમદાવાદ મહાનગરપાલિકા તંત્રએ કડક કાર્યવાહી કરતા સંબંધિત કોન્ટ્રાક્ટરને ₹50 લાખનો દંડ ફટકાર્યો છે. વધુમાં મૃતકોના પરિવારને 30-30 લાખની સહાય જાહેર કરી છે.

આ ઘટના અંગે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં સીધી રીતે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. શ્રમિકોને પૂરતા સુરક્ષા સાધનો કે સેફ્ટી કીટ આપ્યા વિના જ જોખમી કામમાં ઉતારવા બદલ તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. બેદરકારી બદલ સંબંધિત કોન્ટ્રાક્ટરને 50 લાખ રૂપિયાની દંડની નોટિસ ફટકારી છે.

આ ઉપરાંત, કસૂરવાર કોણ છે અને કોની ભૂલના કારણે નિર્દોષોનો ભોગ લેવાયો તેની તપાસ પોલીસ કરી રહી છે. મજૂરોના પરિવાર પર આર્થિક રાહત આપવા માટે પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

મૃત્યુ પામનાર બંને કામદારોના પરિવારોને 30-30 લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવશે. આ સાથે જ, માનવતાવાદી અભિગમ દાખવીને મૃતકોના બાળકોના ભવિષ્ય અને અભ્યાસનો તમામ ખર્ચ અને જવાબદારી પણ કોન્ટ્રાક્ટર દ્વારા જ ઉઠાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.