અમદાવાદમાં હૃદયકંપાવનારી ઘટના: ઝારખંડના 22 વર્ષીય યુવકે ક્રેન સાથે લટકી કરી આત્મહત્યા; સવારે લોકોએ મૃતદેહ જોતાં પોલીસને કરી જાણ

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, મૃતક યુવકનું નામ પ્રીતમસિંહ (ઉંમર 22 વર્ષ) છે, જે મૂળ ઝારખંડનો વતની હતો. પ્રીતમસિંહ છેલ્લા કેટલાય સમયથી આ જ નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર ક્રેન ઓપરેટર તરીકે કામ કરતો હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 12 Aug 2026 11:15 AM (IST)Updated: Wed, 12 Aug 2026 11:15 AM (IST)
ahmedabad-sg-highway-youth-commits-suicide-hanging-from-crane-on-32nd-floor-near-nirma-university
અમદાવાદ એસજી હાઇવે આત્મહત્યા કેસ

Ahmedabad SG Highway Suicide: અમદાવાદના અતિ વ્યસ્ત એવા એસજી હાઇવે પર આવેલી નિરમા યુનિવર્સિટી સામે શુક્રવારે વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં નિર્માણાધીન 'ટ્રેમોન્ટ એડલીપ' (Tremont Adleap) બિલ્ડિંગના 32મા માળે આવેલી ક્રેન સાથે લટકીને 22 વર્ષના એક યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મોડી રાતથી સવાર સુધી યુવકનો મૃતદેહ ક્રેન પર લટકતી હાલતમાં રહ્યો હતો, જેને જોઈને આસપાસના લોકો અને સ્થાનિકોમાં ભારે સનસનાટી મચી ગઈ હતી.

ક્રેન ઓપરેટર તરીકે કામ કરતો હતો મૃતક યુવક

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, મૃતક યુવકનું નામ પ્રીતમસિંહ (ઉંમર 22 વર્ષ) છે, જે મૂળ ઝારખંડનો વતની હતો. પ્રીતમસિંહ છેલ્લા કેટલાય સમયથી આ જ નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર ક્રેન ઓપરેટર તરીકે કામ કરતો હતો. આજે સવારે આઠ વાગ્યાની આસપાસ જ્યારે આસપાસના લોકો અને અન્ય મજૂરો કામ પર પહોંચ્યા ત્યારે તેમણે 32મા માળે ઊંચાઈ પર ક્રેન સાથે યુવકનો મૃતદેહ લટકતો જોયો હતો.

સોલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તપાસ શરૂ

બિલ્ડિંગના 32મા માળેથી મૃતદેહ લટકતો હોવાની જાણ થતાં જ સોલા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એન. ભૂકણે જણાવ્યું હતું કે, એક યુવકની બોડી ક્રેન પર લટકતી હોવાનો મેસેજ મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક તંત્રની મદદથી મૃતદેહને સુરક્ષિત રીતે નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે. યુવકે કયા કારણોસર આટલું આકરું પગલું ભર્યું તે અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પારિવારિક/આંતરિક સમસ્યાના કારણે સુસાઇડ કર્યાની આશંકા

આ દુઃખદ ઘટના અંગે બિલ્ડિંગના પ્રોજેક્ટ એન્જિનિયર દર્શલ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, "હું ઘરે હતો ત્યારે વહેલી સવારે સાઇટ પરના એક મજૂરનો ફોન આવ્યો હતો, જેના દ્વારા અમને આ ઘટનાની જાણ થઈ. મૃતક યુવકના ભાઈ સાથે વાતચીત કરતા તેણે એવું જણાવ્યુ હતું કે, થોડી આંતરિક કે પારિવારિક સમસ્યા હોવાના કારણે તેણે આત્મહત્યા કરી હોઈ શકે છે."

પોલીસે હાલ યુવકના સહકર્મીઓ અને પરિવારજનોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.