અમદાવાદ SG હાઈવે: ઈસ્કોન-સરખેજ 4 કિમી ઓવરબ્રિજ દિવાળી પહેલાં થશે શરૂ, 2 લાખ વાહનચાલકોને મળશે રાહત

અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોનથી સરખેજ સુધીનો 4 KM લાંબો 6-લેન ફ્લાયઓવર તૈયાર થઈ ગયો છે. 31 ઓક્ટોબર સુધીમાં બ્રિજ ખુલ્લો મુકાતાં રોજના 2 લાખ લોકોને ટ્રાફિકમાંથી કાયમી મુક્તિ મળશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 24 Oct 2026 07:35 AM (IST)Updated: Sat, 24 Oct 2026 07:35 AM (IST)
ahmedabad-sg-highway-iscon-sarkhej-flyover-bridge-diwali-inauguration-traffic-relief

Ahmedabad News: અમદાવાદના વ્યસ્ત એસ.જી હાઈવે પરથી પસાર થતા લાખો વાહનચાલકો માટે મોટા ખુશખબર સામે આવ્યા છે. ઈસ્કોન જંકશનથી સરખેજ ચોકડી સુધીનો 4 કિમી લાંબો, 6 લેન એલિવેટેડ ઓવરબ્રિજ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે. દિવાળી પહેલાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અથવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ બ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવે તેવી શક્યતા છે. આ બ્રિજ શરુ થવાથી રોજના 2 લાખ વાહનચાલકોને સીધો ફાયદો થશે,

ઈસ્કોનથી સરખેજ બ્રિજની વિશેષતા

વાહનચાલકોને ચડવા-ઉતરવા માટે બ્રિજની બંને સાઇડ 3-3 રેમ્પ બનાવવામાં આવ્યા છે, જેથી ઈન્ટરમીડિએટ કનેક્ટિવિટી સરળ રહે. ઓવરબ્રિજ પર અવાજનું પ્રદૂષણ ઘટાડવા નોઈઝ બેરિયર અને સલામતી માટે થર્મોપ્લાસ્ટિક રોડ માર્કિંગનું કામ પૂરું કરી દેવાયું છે. હાલ બ્રિજની સફાઈ અને નીચેના ભાગમાં લાઈટ ફિટિંગ તથા રોડ રિપેરિંગની કામગીરી ચાલી રહી છે, જે 30 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ જશે.

31 ઓક્ટોબર સુધીમાં લોકાર્પણની તૈયારી

વેજલપરના ધારાસભ્ય અમિત ઠાકરે આપેલી માહિતી પ્રમાણે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે પહોંચાડવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર સુધીમાં આ બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મૂકી દેવાશે. બ્રિજ કાર્યરત થતાં જ અમદાવાદથી ગાંધીનગર અને વડોદરા તરફ જતો વાહનવ્યવ હાર અત્યંત ઝડપી અને સરળ બની જશે.

આ 4 KM લાંબો ફ્લાયઓવર શરૂ થવાથી ઈસ્કોન, કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર અને સરખેજ ચોકડી જેવા ભારે ટ્રાફિક ધરાવતા જંક્શનો પર સિગ્નલ ફ્રી પ્રવાસ શક્ય બનશે.