દિવાળી ખરીદીની ભીડ: અમદાવાદના એસ.જી. હાઈવે અને સિંધુભવન રોડ પર 5 કિમી સુધી ભારે ચક્કાજામ

અમદાવાદના SG હાઈવે પર પેલેડિયમ મોલથી ઈસ્કોન સુધી 5 કિમી સુધી વાહનોની કતારો લાગી. દિવાળીની ખરીદી અને ભીડના કારણે ભારે ટ્રાફિકજામ સર્જાયો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 05 Nov 2026 07:30 AM (IST)Updated: Thu, 05 Nov 2026 07:30 AM (IST)
ahmedabad-sg-highway-5-km-long-traffic-jam-diwali-shopping-iscon-sindhu-bhavan-road

Ahmedabad Traffic Jam: દિવાળી અને બેસતા વર્ષના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે અમદાવાદ શહેરના જાહેર માર્ગો પર લોકો ખરીદી માટે કિડિયારાની જેમ ઉમટી પડ્યા છે. જ્યારે બુધવારે રાત્રિના સમયે અમદાવાદ શહેરના એસ.જી હાઈવે પર પેલેડિયમ મોલથી માંડીને ઇસ્કોન ક્રોસ રોડ સુધી અંદાજે 5 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં હજારો વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાંથી નીકળવાની રાહ જોઈ રહ્યા હતા.

સિંધુભન અને આંબલી રોડ પર વાહનોની કતારો

સામાન્ય રીતે જોઈએ તો, એસ.જી હાઈવે પર પીક અવર્સ દરમિયાન ટ્રાફિક રહેતો હોય છે. પરંતુ બુધવારે રાત્રિના સમયે તહેવારોની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં સિંધુભવન રોડ, આઁબલી રોડ અને મોલ તરફ નીકળતાં નજર જાય ત્યાં સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ટ્રાફિકની આ ગંભીર સ્થિતિના શોટ્સ ડ્રોન કેમેરામાં કેદ થયા છે.

નવા સિક્સલેન બ્રિજના લોકાર્પણ બાદ જ રાહત મળશે

અમદાવાદમાં સરખેજથી ઈસ્કોન સુધી બની રહેલા સિક્સલેન ઓવરબ્રિજનું આગામી 9 નવેમ્બરના રોજ લોકાર્પણ થવાનું છે. ત્યાં સુધી દિવાળીની ખરીદી માટે શ્રદ્ધાળુઓ અને ગ્રાહકો ઈસ્કોન, સિંધુભવન અને એસ.જી. હાઈવે વિસ્તારમાં મોટી સંખ્યામાં ઉમટશે, જેના કારણે દિવાળી સુધી આ વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.