ધંધુકાના પચ્છમ ગામના છાત્રાલયમાં ગંભીર રેગિંગની ઘટના, સગીર વિદ્યાર્થીના ગુપ્ત ભાગમાં લાકડી ખોસી દીધી, લોકોએ પોલીસ સ્ટેશન ઘેર્યું

સગીર વયના વિદ્યાર્થીઓએ જ સાથે ભણતા સગીરને માર મારી ગુપ્ત અંગમાં લાકડી ઘૂસાડવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના બહાર આવતા ભોગ બનેલા બાળકના વાલીએ પોલીસ ફરિયાદ કરી છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 10 Mar 2025 08:22 AM (IST)Updated: Mon, 10 Mar 2025 08:22 AM (IST)
ahmedabad-serious-ragging-incident-in-a-hostel-in-pachchham-village-of-dhandhuka-a-stick-was-stuck-in-the-private-part-of-a-minor-student

Ahmedabad News: ધંધુકા તાલુકાના પચ્છમ નામના ગામમાં આવેલા સરસ્વતી બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં અત્યંત ગંભીર પ્રકારના રેગિંગની ઘટના બની છે. સગીર વયના વિદ્યાર્થીઓએ જ સાથે ભણતા સગીરને માર મારી ગુપ્ત અંગમાં લાકડી ઘૂસાડવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના બહાર આવતા ભોગ બનેલા બાળકના વાલીએ પોલીસ ફરિયાદ કરી છે. રેગિંગમાં એક કરતા વધારે વિદ્યાર્થીઓની સંડોવણી હોવાનું ખૂલ્યું છે.

સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ બનાવમાં ભોગ બનનાર અને ગુનો આચરનાર મોટાભાગના સગીર વયના છે. પોલીસના જણાવ્યા મુજબ ભોગ બનનાર બાળકના વાલી ફરિયાદ આપવા તૈયાર થતા વીડિયોમાં દેખાતા સગીર વયના કિશોરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.