અમદાવાદમાં 4 દિવસ બાદ રિક્ષા-ટેક્સી હડતાળ સમેટાઈ: ઓનલાઇન કેબ કંપનીઓનો બહિષ્કાર યથાવત

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 11 Sep 2026 07:57 AM (IST)Updated: Fri, 11 Sep 2026 07:57 AM (IST)
ahmedabad-rickshaw-taxi-strike-called-off-online-cab-aggregator-boycott-continues

Ahmedabad News: અમદાવાદ શહેરમાં છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ આખરે સમેટાઇ ગઇ છે. શુક્રવારથી શહેરમાં મુસાફરો માટે રિક્ષા અને ટેક્સી સેવાઓ પુન:શરુ થઈ ગઈ છે. જેનાથી સામાન્ય જનતા અને સ્થાનિક તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.

રિક્ષા-ટેક્સી ભાડાના નવા દરો

હડતાલ ભલે પૂરી થઈ ગઈ હોય, પરંતુ એગ્રીગેટર કેબ કંપનીઓ અને વાહનચાલકો વચ્ચે ભાડાના દર અંગેનો વિવાદ હજુ ઉકેલાયો નથી. જોકે, ટેક્સી ચાલકોએ ભારત ટેક્સી સિવાયની ખાનગી કેબ કંપનીઓની સર્વિસ પૂરી પાડવાની જાહેરાત કરી છે. કેબ વાહનોમાં ટેક્સીનું ભાડું રુ. 21 અને રિક્ષાનું ભાડું 18 કરી દેવાનું આશ્વાસન આપ્યું છે.

ભારત ટેક્સીએ લેખિત સંમતિ આપી

માત્ર ભારત ટેક્સી કંપનીએ જ સરકાર દ્વારા નક્કી કરાયેલા નવા દરો લાગુ કરવાની લેખિત સંમતિ આપી છે. ઉબેર જેવી કંપનીઓએ મૌખિક આશ્વાસન આપ્યું છે પણ નવા દરો અમલી બનાવવામાં રસ દાખવ્યો નથી.

બહિષ્કારની કરાઈ જાહેરાત

ટેક્સી એસોશિએશને સ્પષ્ટ કર્યુ કે, તેઓ હડતાળ સમેટી રહ્યા છે, પરંતુ ભારત ટેક્સી સિવાયની અન્ય કોઈ પણ ખાનગી કેબ એગ્રીગેટરની સાથે જોડાઈને સેવાઓ આપશે નહી.