Ahmedabad Rains: લાંબા સમયના અંતરાલ બાદ આજે 23 જુલાઈએ સવારથી અમદાવાદ શહેરમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ચાર-પાંચ કલાકના ટૂંકા ગાળામાં જ ભારે વરસાદ નોંધાતા શહેરના મોટાભાગના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વધુમાં, ઠેરઠેર ગોઠણસમા તો ક્યાં કમરસમા પાણી ભરાતા નાગરિકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
જળબંબાકારની સ્થિતિ, BRTS સેવા પ્રભાવિત
આજે સવારથી પડી રહેલા વરસાદને કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. સવારે 11:50 વાગ્યાની સ્થિતિ મુજબ મુખ્ય અસરગ્રસ્ત વિસ્તાર નીચે મુજબ છે:
સેન્ટ્રલ ઝોન: હનુમાનપુરા BRTS અને શાહીબાગ અંડરપાસ.
વેસ્ટ ઝોન: અખબારનગર અંડરપાસ, જૂના વાડજ BRTS અને ઝાંસીની રાણી BRTS.
સાઉથ ઝોન: સ્વામિનારાયણ કોલેજ BRTS અને છીપા સોસાયટી BRTS.
નોર્થ-વેસ્ટ ઝોન: સાયન્સ સિટી એપ્રોચ BRTS.

શાળાઓ માટે સુરક્ષાના ખાસ પ્રોટોકોલ
- નિર્ણય લેવાની સત્તા: વરસાદની ગંભીરતાને ધ્યાને રાખીને શાળાના આચાર્યએ યોગ્ય નિર્ણય લેવો.
- નદી-નાળા અંગે સાવચેતી: જો કોઈ વિદ્યાર્થી નદી કે નાળા પાર કરીને શાળાએ આવતા હોય, તો તેમના વાલીને ફોન કરી યોગ્ય જાણકારી આપવી.
- ઈલેક્ટ્રિકલ સેફ્ટી: શાળા પરિસરમાં ક્યાંય પણ ખુલ્લા વાયર ન હોય તેની ચકાસણી કરવી અને વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રોનિક ગેઝેટથી દૂર રાખવા.
- સ્કૂલ બસ માટે સૂચના: જે શાળામાં બસની સુવિધા છે, ત્યાં ડ્રાઈવરોને ખાસ સૂચના આપવી કે નદી કે નાળા પરથી પાણી પસાર થતું હોય ત્યારે બસ પસાર ન કરવી.
- પાણીનો નિકાલ: જો શાળાના મેદાન કે બિલ્ડિંગમાં પાણી ભરાય, તો તેનો તાત્કાલિક નિકાલ કરવાની વ્યવસ્થા કરવી.
ઈમરજન્સીમાં કોનો સંપર્ક કરવો? (AMC કંટ્રોલ રૂમ નંબર)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે વિવિધ ઝોનના કંટ્રોલ રૂમ નંબર જાહેર કરવામાં આવ્યા:
| ઝોન / કચેરીનું નામ | ફોન નંબર |
|---|---|
| મુખ્ય કંટ્રોલ રૂમ | 079-25352320, 079-25391811 |
| પશ્ચિમ ઝોન (ઉસ્માનપુરા) | 079-27550210 |
| પૂર્વ ઝોન (વિરાટનગર) | 079-22950422 |
| ઉત્તર ઝોન (મેમ્કો) | 079-22851218 |
| દક્ષિણ ઝોન (મણિનગર) | 079-25450325 |
આ નંબરોનો ઉપયોગ કટોકટીના સમયે અથવા માહિતી મેળવવા માટે કરી શકાય છે. વાલીઓને પણ વિનંતી કરવામાં આવી છે કે શક્ય હોય તો ભારે વરસાદમાં વિદ્યાર્થીઓને લેવા-મૂકવા માટે પોતે જવું, જેથી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. કોઈ પણ ઈમરજન્સીના કિસ્સામાં તુરંત જે-તે કચેરીને જાણ કરવા જણાવ્યું છે.
