અમદાવાદમાં પ્રોપર્ટી કાર્ડના નિયમમાં મોટો ફેરફાર, જૂના માલિકોની સહી વગર પણ બની શકશે કાર્ડ

અમદાવાદમાં પ્રોપર્ટી કાર્ડ કઢાવવા હવે જૂના માલિકોની સહી જરૂરી નહીં રહે. કલેક્ટરે તમામ સબ રજિસ્ટ્રારોને અલેખિત નિયમ બંધ કરવા સૂચના આપી. જાણો મિલકતધારકોને શું ફાયદો થશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 22 Nov 2026 07:25 AM (IST)Updated: Sun, 22 Nov 2026 07:25 AM (IST)
ahmedabad-property-card-new-rule-old-owner-signature-not-required

Ahmedabad Property Card: અમદાવાદમાં મિલકત ખરીદનારા અને પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માંગતા અરજદારો માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવેથી રજિસ્ટર્ડ દસ્તાવેજના આધારે પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે જૂના માલિકોની સહીની હવે કોઈ જરુરિયાત રહેશે નહીં. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે અને કલેક્ટરે તમામ સબ રજિસ્ટ્રારોને આ અલેખિત નિયમ તાત્કાલિક અસરથી રદ કરવાની કડક સૂચના આપી છે.

શા માટે લેવાયો આ મહત્વનો નિર્ણચ

એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા સંકલન સમિતિની બેઠકમાં અમદાવાદ કલેક્ટર સામે અરજદારોને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી. આ રજૂઆતને ગંભીરતાથી લઈને કલેક્ટકરે હાજર સબ રજિસ્ટ્રારોને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, દસ્તાવેજના આધારે પ્રોપર્ટી કાર્ડ બનાવતી વખતે જો જૂના માલિકની સહી ઉપલબ્ધ ન હોય, તો પણ અરજદારનું કામ અટકાવ્યા વિના સરળતાથી પ્રોપર્ટી કાર્ડ બનાવી આપવું.

અત્યાર સુધી અરજદારોને શું મુશ્કેલી પડતી હતી?

  • ફરજિયાત સહીનો આગ્રહ: અત્યાર સુધી પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે દસ્તાવેજમાં સામેલ તમામ જૂના માલિકોની સહી લેવી ફરજિયાત ગણવામાં આવતી હતી.
  • અટકી જતી કામગીરી: જો કોઈ એક જૂના માલિકની સહી ન મળે અથવા તેમનો સંપર્ક ન થઈ શકે, તો અરજદારનું પ્રોપર્ટી કાર્ડ નીકળી શકતું ન હતું.
  • કાયદાકીય જોગવાઈનો અભાવ: નવાઈની વાત એ હતી કે જૂના માલિકોની સહી લેવાનો કોઈ સત્તાવાર કે લેખિત નિયમ જ નહોતો, છતાં રજિસ્ટ્રાર કચેરીઓમાં અરજદારોને કારણ વગર ધક્કા ખાવા પડતા હતા.
  • સીધો ફાયદો: કલેક્ટરની આ સૂચના બાદ આ અલેખિત પ્રથા બંધ થશે, જેનાથી હજારો મિલકતધારકોના સમય અને શક્તિનો બચાવ થશે.

ધારાસભ્યોના પ્રશ્નોના ટ્રેકિંગ માટે લોન્ચ થશે નવી એપ્લિકેશન

આ ઉપરાંત, સંકલન સમિતિની બેઠકમાં વહીવટી પારદર્શિતા વધારવા માટે પણ એક નવી પહેલ કરવામાં આવી છે. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના સૂચન બાદ, ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો અને રજૂઆતોનું સ્ટેટસ જાણવા માટે આગામી બેઠકથી એક નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. આ એપ પર તમામ ધારાસભ્યો પોતાના પ્રશ્નોની યાદી, તેની વર્તમાન સ્થિતિ અને કેટલા ટકા કામગીરી પૂર્ણ થઈ છે તેનો રિયલ-ટાઈમ ડેટા જોઈ શકશે.