Ahmedabad Plane Crash: SCએ વિમાન દુર્ઘટનામાં પાયલટના પિતાને કહ્યું- 'ટેન્શન ના લેશો, તમારા દીકરાને કોઈ દોષિત નથી ગણાવતું'

AAIB દ્વારા જુલાઈમાં જારી કરવામાં આવેલા રિપોર્ટમાં ટેક ઑફ કર્યાના તરત જ બાદ ફ્લાઈટના એન્જિનનો ફ્યુઅલ સપ્લાય બંધ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતુ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 07 Nov 2025 04:28 PM (IST)Updated: Fri, 07 Nov 2025 04:28 PM (IST)
ahmedabad-plane-crash-supreme-court-notice-dgca-over-pilot-sumit-sabarwal
HIGHLIGHTS
  • સર્વોચ્ચ અદાલતે સરકાર અને DGCAને નોટિસ પાઠવી
  • સુમિત સબરવાલ દુર્ઘટનાગ્રસ્ત ડ્રીમલાઈનરના પાયલટ ઈન કમાન્ડ હતા

Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને DGCAને નૉટિસ જારી કરી છે. સર્વોચ્ચ અદાલતે આ આદેશ પુષ્કરરાજ સબરવાલની અરજી પર કર્યો છે. જેમના પુત્ર સુમિત સબરવાલ દુર્ઘટનાગ્રસ્ત એર ઈન્ડિયાની ફ્લાઈટ બોઈંગ 787 ડ્રીમલાઈનરના પાયલટ ઈન કમાન્ડ હતા.

સુપ્રીમ કોર્ટે પોતાની નોટિસમાં કહ્યું છે કે, વિમાન દુર્ઘટનામાં પાયલટ ઈન કમાન્ડ સુમિત સબરવાલને દોષિત ના ઠેરવી શકાય.

હકીકતમાં એર ઈન્ડિયાના મૃતક પાયલટ સુમિત સબરવાલના પિતાએ વિમાન દુર્ઘટના મામલે તટસ્થ તપાસની માંગ કરી છે. ફેડરેશન ઑફ ઈન્ડિયન પાયલટ્સ (FIP)એ પણ આ માંગ સાથે જ એક અરજી દાખલ કરી હતી.

આ અરજી પર સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંતે દિવંગત પાયટલના પિતા પુષ્કરરાજ સબરવાલને કહ્યું કે, આ દુર્ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હતી. જો કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા દીકરાને કોઈએ દોષિત ઠેરવ્યો નથી.

જણાવી દઈએ કે, મૃતક પાયલટના પિતા સુમિત સબરવાલના પિતા સુપ્રીમ કોર્ટમાં ત્યારે ગયા, જ્યારે એરક્રાફ્ટ એક્સીડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)એ જુલાઈમાં જારી પોતાના પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યું કે, ટેક ઑફ કર્યાના તરત બાદ બન્ને એન્જિનને ફયૂઅલનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. ફ્યુલ કંટ્રોલ સ્વિચ કટ ઑફની સ્થિતિમાં આવી ગઈ હતી. જો કે 10 સેકન્ડ બાદ સ્વિચ ફરીથી ચાલુ કરી દેવામાં આવી હતી. જો કે એન્જિન પહેલા જ સળગી ચૂક્યું હતુ, જેના પરિણામે દુર્ઘટના થઈ હતી.