Ahmedabad: વડસર સ્થિત કેન્દ્રિય વિદ્યાલય ખાતે બાલવાટિકા અને ધો.1ના વિદ્યાર્થીઓનો સ્વાગત કાર્યક્રમ યોજાયો, જુઓ તસવીરો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 26 Jun 2024 08:20 PM (IST)Updated: Wed, 26 Jun 2024 08:21 PM (IST)
ahmedabad-news-welcome-program-held-for-students-at-pm-shri-kendriya-vidyalaya-afs-wadsar

Ahmedabad: કેન્દ્રીય વિદ્યાલય એએફએસ વડસરે નવા ધોરણ 1 અને બાલવાટિકા-3ના વિદ્યાર્થીઓ માટે 24 જૂન, 2024 અને 26 જૂન, 2024ના રોજ હૃદયસ્પર્શી સ્વાગત અને ઑરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

આ કાર્યક્રમની અધ્યક્ષતા આચાર્ય શેખર જાખોરિયાએ કરી હતી. જેમાં તેઓએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. તેમના પ્રેરણાદાયી શબ્દોએ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને પ્રોત્સાહન આપ્યું અને આવનારા શૈક્ષણિક વર્ષ માટે સકારાત્મક માહોલ રચ્યો.

naidunia_image

સ્વાગત ભાષણ મુખ્ય અધ્યાપક મહેન્દ્ર દોહરેએ આપ્યું. જેમણે નવા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ. દોહરેએ શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો અને બાળકોને ઉત્સાહ અને જિજ્ઞાસાથી શીખવાની પ્રેરણા આપી.

આ કાર્યક્રમમાં શિક્ષિકા મમતા ઝાલા અને કિંજલ વનાર દ્વારા આકર્ષક પ્રસ્તુતિ કરવામાં આવી. જેમાં તેઓએ શાળાની સિદ્ધિઓને હાઇલાઇટ કરી અને નવા વિદ્યાર્થીઓને શાળાના જીવંત સમુદાય સાથે પરિચય કરાવ્યો.

naidunia_image

જ્યારે કાર્યક્રમના અંતે સ્કૂલના શિક્ષિકા દીપિકાએ એવા તમામ ઉપસ્થિત મહેમાનો અને આયોજક ટીમનો આભાર માન્યો, જેમણે કાર્યક્રમને સફળ બનાવ્યો. આ તકે તેમણે પરિવારના સહકાર અને નવું શીખવાના તબક્કા માટે શિક્ષકોની પ્રતિબદ્ધતાની કદર કરી હતી.