Ahmedabad: વિરમગામ-નળ સરોવર હાઇવે પર ગોઝારો અકસ્માત; પીકઅપ વાને બાઈકને ટક્કર મારતા એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત

અમદાવાદમાં નળ સરોવર-વિરમગામ હાઈવે પર વહેલી સવારે પીકઅપ વાનચાલકે બાઈકને ઓવરટેક કરવા જતા ટક્કર મારી હતી. જેમાં 3 લોકોના મોત થયા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 24 Apr 2026 02:32 PM (IST)Updated: Fri, 24 Apr 2026 02:36 PM (IST)
ahmedabad-news-viramgam-nalsarovar-highway-accident-pickup-van-bike-3-dead

Ahmedabad News: અમદાવાદમાં આજરોજ નળ સરોવર-વિરમગામ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કમીજલા અને વનથળ ગામ વચ્ચે પીકઅપ વાને બાઈકને પાછળથી ઘાતક ટક્કર મારતા એક જ પરિવારના 3 લોકોના કરુણ મોત થયા હતા. આ અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે.

પીક-અપ વાને બાઈકને ટક્કર મારી, 3ના મોત

ઘટનાની વિગતો મુજબ, આજે સવારે અંદાજિત 8:00થી 8:30 વાગ્યાના અરસામાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. મૃતકો મૂળે લખતરના રહેવાસી હતા. તેઓ લખતરથી બાઈક લઈને વિરમગામ જઈ રહ્યા હતા. બોલેરો અન બાઈક એક જ દિશામાં જઈ રહ્યા હતા. જોકે, પીકઅપ વાન ચાલકે બાઈકને ઓવરટેક કરવા જતા પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ભયાનક ટક્કરના લીધે ઘટના સ્થળ પર જ એક પુરુષ અને મહિલાનું કરુણ મોત થયું હતું. જ્યારે એક માસૂમ બાળક સારવાર દરમિયાન જ મોતને ભેટ્યું હતું.

  • વાનચાલક ઘટના સ્થળેથી નાસી ગયો

આવો કરુણ અકસ્માત સર્જ્યા બાદ પીકઅપ ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી નાસી ગયો હતો. ઘટનાને પગલે વિરમગામ પોલીસે અજાણ્યા પીકઅપ ચાલક સામે ગુનો નોંધીને તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.