Ahmedabad: વસ્ત્રાલની સ્કૂલમાં વિદ્યાર્થિનીઓને ન્યૂડ વીડિયો બતાવનાર કરાટે શિક્ષકની ધરપકડ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 09 Dec 2023 05:35 PM (IST)Updated: Sat, 09 Dec 2023 05:35 PM (IST)
ahmedabad-news-vastral-eklavya-school-teacher-held-under-pocso-act

Ahmedabad: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એકલવ્ય અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ધોરણ-5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને મોબાઈલ ફોનમાં ન્યૂડ વીડિયો બતાવનાર કરાટે શિક્ષકની આખરે પોલીસે ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, એકલવ્ય અંગ્રેજી મીડિયમની સ્કૂલના કરાટે ટ્રેનર આર્ય દુબેએ પોતાના મોબાઈલ ફોનમાંથી બીભત્સ વીડિયો વિદ્યાર્થિનીઓને બતાવ્યો હતો. આ બાબતે વિદ્યાર્થિનીઓએ વાલીને જાણ કરતાં હોબાળો મચ્યો હતો.

જે પૈકી કેટલાક વાલીઓ દ્વારા DEO કચેરીમાં ફરિયાદ કરી હતી. જેથી DEOના આદેશ બાદ એકલવ્ય સ્કૂલ દ્વારા કરાટે ટ્રેનરને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આમ છતાં વાલીઓ દ્વારા રામોલ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી.

આખરે રામોલ પોલીસે શિક્ષક આર્ય દૂબે વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીની તેની ધરપકડ કરી છે. હાલ તો પોલીસ દ્વારા આરોપી શિક્ષકનો મોબાઈલ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યો છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.