Ahmedabad: 'સોનલ રોડ તારા બાપનો છે?'- જૂહાપુરામાં પતિ માટે બે પત્નીઓ વચ્ચે જાહેરમાં ઝપાઝપી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 20 Sep 2023 09:32 PM (IST)Updated: Wed, 20 Sep 2023 09:32 PM (IST)
ahmedabad-news-two-woman-fight-for-her-husband-in-juhapura

Ahmedabad: શહેરના જૂહાપુરા વિસ્તારમાં પતિ માટે બે મહિલાઓ જાહેરમાં બાખડી હતી. જેમાં એક મહિલાએ પોતાની શૌતનને હાથમાં બચકુ ભરી લીધુ હતુ. આખરે આ સમગ્ર મામલો વેજલપુર પોલીસ મથકે પહોંચ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જૂહાપુરામાં પોતાના પતિ અને સંતાનો સાથે રહેતી એક મહિલા ગઈકાલે બપોરે પોતાની સોસાયટીની બહાર શાકભાજી લેવા ગઈ હતી. જ્યાં તેના પતિની બીજી પત્ની મળી હતી અને તેને જોઈને હસવા લાગી હતી. આથી મહિલાએ પૂછ્યું હતું કે, તું કેમ અહીં આવી છે? આથી મહિલાની શૌતને સોનલ રોડ તારા બાપનો છે? કહીને ઝઘડો કર્યો હતો.

આ દરમિયાન શૌતને મહિલાના જમણા હાથની આંગળીઓમા બચકુ ભરેલ અને મારો ગળુ પકડીને કહેવા લાગી હતી કે, હવે જો તું મારા પતિ સાથે રહીશ તો હુ તને પતાવી દઇશ. આ દરમિયાન મહિલાનો પતિ આવી જતાં તેણે પણ શૌતનનું ઉપરાણું લીધુ હતુ અને મહિલાને ગડદાપાટુનો માર માર્યો હતો.

આ મામલે મહિલાએ વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેના પતિ અને શૌતન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 323, 294(B), 506 (2) અને 114 અંતર્ગત ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.