અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસ વાન પર બેસી કિન્નરે રીલ્સ બનાવી, વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી, માફી મગાવી

કિન્નર દ્વારા આ મામલે જાહેરમાં માફી માગી હતી અને જણાવ્યું હતું કે, ગઈકાલે મારો જે વીડિયો વાયરલ થયો હતો, તે મારા અને મારી મિત્ર દ્વારા ભૂલથી વાયરલ થઈ ગયો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 03 May 2026 01:29 PM (IST)Updated: Sun, 03 May 2026 01:30 PM (IST)
ahmedabad-news-transgender-makes-reel-on-police-van-at-sabarmati-riverfront-police-take-action

Ahmedabad News: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસની PCR વાનના બોનેટ પર બેસીને એક કિન્નરે રીલ્સ બનાવી હતી, જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની વાન પર બેસી વીડિયો ઉતારી રીલ બનાવનારને ઝડપીને DCP ઝોન-2 રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે. તેમજ રીલ બનાવનારનો માફી મગાવી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે.

બનાવની પ્રાપ્ત વિગત રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનની હદમાં જમાલપુર સર્કલ પાસે પોલીસની PCR વાન ઉભી રાખવામાં આવી હતી. આ દરમિયાન મિસબા દે હિના દે નામના કિન્નરે પોલીસ વાનના બોનેટ પર બેસી ડાન્સ કર્યો હતો અને અન્ય એક કિન્નર અસ્મા મણીયારે તેનો વીડિયો ઉતાર્યો હતો. બાદમાં આ વીડિયોની રીલ બનાવી સોશિયલ મીડિયામાં મુકાવામાં આવી હતી. જે વાયરલ થતાં ગુજરાત પોલીસ દ્વારા તેની ગંભીર નોંધ લેવામાં આવી હતી અને કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં 2 કિન્નરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

પોલીસે કાર્યવાહી હાથ ધરી વીડિયો બનાવનાર કિન્નરને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. વીડિયો બનાવનાર કિન્નર દ્વારા આ મામલે જાહેરમાં માફી માગી હતી અને જણાવ્યું હતું કે, ગઈકાલે મારો જે વીડિયો વાયરલ થયો હતો, તે મારા અને મારી મિત્ર દ્વારા ભૂલથી વાયરલ થઈ ગયો હતો. આ બાબત માટે અમે ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ પાસે હાથ જોડીને માફી માંગીએ છીએ. આવી રીતે બીજી કોઈ ભૂલ અમારાથી નહીં થાય. આ પ્રકારે અમે કોઈ અન્ય વીડિયો નહીં બનાવીએ, તે બદલ અમે તમારી માફી માંગીએ છીએ.