Ahmedabad News: અમદાવાદમાં એસપી રીંગ રોડ પર શીલજ ચાર રસ્તા પાસે ટ્રાફિક ડાયવર્ઝન, જાણો વૈકલ્પિક રૂટ વિશે

ટ્રાફિક વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની અડચણ ના ઊભી થાય તે માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 25 Mar 2025 11:41 AM (IST)Updated: Tue, 25 Mar 2025 11:42 AM (IST)
ahmedabad-news-traffic-diversion-at-shilaj-sp-ring-road-alternative-routes-explained

Ahmedabad News: અમદાવાદના એસપી રીંગ રોડ શીલજ ચાર રસ્તા પર ચાલી રહેલા કામને પગલે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે વાહનચાલકોની સુરક્ષા અને સરળ અવરજવર માટે આ પગલું ભર્યું છે. શીલજ ચાર રસ્તા પરનું બાંધકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની અડચણ ના ઊભી થાય તે માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.


બંધ કરાયેલા માર્ગો:

  • શીલજ ગામ તરફથી થલતેજ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
  • થલતેજથી શીલજ ગામ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

ડાયવર્ઝન માર્ગો:

  • શીલજ ગામ તરફથી થલતેજ જવા માટે શીલજથી હેબતપુર પાટિયાથી યુટર્ન લઈને રીંગ રોડ તરફ થઈને થલતેજ જઈ શકાશે.
  • થલતેજથી શીલજ ગામ તરફ જવા માટે સિંધુભવન કટથી યુટર્ન લઇ શીલજ ગામ તરફ જઈ શકાશે.