Ahmedabad: વસ્ત્રાપુરમાં કારનો કાચ તોડી રૂ. 50 લાખની લૂંટી, 2 લૂંટારા બાઈક પર ફરાર

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 12 Oct 2023 09:10 PM (IST)Updated: Thu, 12 Oct 2023 09:31 PM (IST)
ahmedabad-news-thief-broke-the-car-glass-and-fled-with-rs-50-lakh-in-vastrapur

Ahmedabad: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગુનેગારો બેખૌફ બન્યા હોય, તેમ ધોળા દિવસે ચોરી, લૂંટ અને હત્યા જેવા જધન્ય ગુનાઓને અંજામ આપી રહ્યાં છે. એવામાં શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં દિનદહાડે મોટી લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં કારનો કાચ તોડીને 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના બિલ્ડર હિતેશભાઈનો કર્મચારી રામ મોહન આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને કારમાં નીકળ્યો હતો. આ દરમિયાન શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સારથી હોટલ નજીક બાઈક પર આવેલા શખ્સે કારનો કાચ તોડીને 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી.

બીજી તરફ આ બાબતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો પોલીસે રૂ. 50 લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયેલા આરોપીઓની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.