અમદાવાદમાં SMC ટીમે બુટલેગર પર કર્યું ફાયરિંગ, પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં SMC ટીમે પીછો કરી રહેલા બુટલેગર પર ફાયરિંગ કર્યું. બુટલેગરે પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરતા સ્વબચાવમાં ફાયરિંગ કરાયું, જોકે તે નાસી છૂટ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 22 Oct 2026 12:52 PM (IST)Updated: Thu, 22 Oct 2026 12:52 PM (IST)
ahmedabad-news-smc-team-fires-at-bootleggers-car-after-attack-attempt-near-airport-road

Ahmedabad: અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, SMCની ટીમે શાહીબાગથી બુટલેગરની ગાડીનો પીછો કર્યો હતો. જો કે બુટલેગરે ગાડી થોભાવાની જગ્યાએ મારી મૂકી હતી. આ દરમિયાન એરપોર્ટ સર્કલથી ઈન્દિરા બ્રિજ જવાનો રોડ પર બુટલેગરે SMCના કાફલા પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.

જેથી SMCની ટીમે સ્વબચાવમાં બુટલેગરની ગાડી પર ફાયરિંગ કર્યું હતુ. આ દરમિયાન અફરાતફરીનો લાભ લઈને બુટલેગર SMCની ટીમને થાપ આપીને નાસી છૂટવામાં સફળ થયો હતો. હાલ તો આ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.