Ahmedabad News: અમદાવાદમાં હલકી કક્ષાનો દારૂ મોંઘી દારૂની બોટલોમાં ભરીને વેચવાનું રેકેટ ઝડપાયું છે. શહેરના ઓઢવ વિસ્તારમાંતી પીસીબીએ 147 બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે બે આરોપી ફરાર છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર પીસીબીને બાતમી મળી હતી કે, મોતી ભગતની ચાલીમાં વિદેશી દારૂની મોંઘી બોટલમાં હલકી કક્ષાનો દારૂ ભરીને વેચવામાં આવી રહ્યો છે. બાતમી અનુસાર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન બીયરના ટીન અને ઇંગ્લિશ દારૂ મળી કુલ 147 દારૂની બોટલો મળી આવી હતી.
તેમજ અલગ-અલગ બ્રાન્ડના ડુપ્લિકેટ બૂચ, સ્ટીકર અને 91 વિવિધ બ્રાન્ડની બોટલ મળી હતી. પોલીસે તમામ મુદ્દામાલ સાથે અશરફીલાલ સરોજની ધરપકડ કરી છે. જ્યારે ચેતક શાહ અને સંજય ગોહિલ નામના આરોપી ફરાર જાહેર કરવામા આવ્યા હતા.
પીસીબીએ 89,030 રૂપિયાનો મુદ્દામાલ સાથે એક આરોપીને ઓઢવ પોલીસને સોંપ્યો હતો. પકડાયેલો આરોપી સ્કોચની બોટલમાં વ્હીસ્કીની બોટલના દારૂને ભરીને વેચતો હતો. આ એક પ્રકારની ડુપ્લિકેટ દારુ પેક કરવાની ફેક્ટરી જેવું જ હતું.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
