Neuro Update 2025: પદ્મશ્રી ડૉ. સુધીર શાહની આગેવાનીમાં 'ન્યુરો અપડેટ 2025'નું ભવ્ય આયોજન, દેશભરના ન્યુરોલૉજી એક્સપર્ટે ભાગ લીધો

ન્યુરોલોજિસ્ટ્સ અને ફિઝિશિયન્સ માટે ખાસ બે દિવસીય કાર્યક્રમ તૈયાર કરાયો. ન્યુરોલોજીકલ દર્દીઓની સંભાળને વધુ અદ્યતન બનાવવા લેટેસ્ટ ક્લિનિકલ એડવાન્સ પર ખાસ ધ્યાન

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 24 Dec 2025 09:13 PM (IST)Updated: Wed, 24 Dec 2025 09:13 PM (IST)
ahmedabad-news-neuro-update-2025-was-organized-under-the-leadership-of-padma-shri-dr-sudhir-shah
HIGHLIGHTS
  • ડૉ. સુધીર શાહે 23માં વાર્ષિક ન્યુરો ક્લિનિકલ સિમ્પોઝિયમ ન્યુરો અપડેટ 2025નું નેતૃત્વ કર્યું
  • દેશભરના અગ્રણી ન્યુરોલોજિસ્ટ્સ અને ફિઝિશિયન્સની વિશાળ ભાગીદારી

Ahmedabad: પદ્મશ્રી ડો. સુધીર શાહના નેતૃત્વમાં 23મું વાર્ષિક ન્યુરો ક્લિનિકલ સિમ્પોઝિયમ ‘ન્યુરો અપડેટ 2025’ 20 અને 21 ડિસેમ્બર 2025ના રોજ અમદાવાદમાં યોજાયું હતું. આ રાષ્ટ્રીય સ્તરના એકેડેમિક મંચ પર દેશભરના અગ્રણી ન્યુરોલોજિસ્ટ્સ અને ફિઝિશિયન્સે ભાગ લીધો હતો. આ સિમ્પોઝિયમે ન્યુરોલોજીકલ શિક્ષણ અને ક્લિનિકલ એક્સિલન્સ આગળ ધપાવવામાં સ્ટર્લિંગ હોસ્પિટલ્સની આગેવાનીને ફરી એકવાર સાબિત કરી છે.

પદ્મશ્રી ડો. સુધિર શાહ દ્વારા પરિકલ્પિત ‘ન્યુરો અપડેટ’ વર્ષો દરમિયાન દેશના સૌથી પ્રતિષ્ઠિત ન્યુરો એકેડેમિક પ્લેટફોર્મ્સમાંનું એક બની ગયું છે. તેની સ્ટ્રોંગ ક્લિનિકલ રેલિવન્સ અને એકેડેમિક ડેપ્થ ડો. શાહની ન્યુરોલોજીકલ કેરમાં સતત લર્નિંગ, કોલાબ્રેશન અને ઉત્તમતા માટેની દીર્ઘદ્રષ્ટિને પ્રતિબિંબિત કરે છે.

પદ્મશ્રી ડો. સુધિર શાહે જણાવ્યું, 'સતત મેડિકલ એજ્યુકેશનની ભાવનાથી અમે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ ખાતે 2003થી APA (એસોસિએશન ઑફ ફિઝિશિયન્સ ઑફ અમદાવાદ) અને NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજના સહયોગથી આ પ્રતિષ્ઠિત વાર્ષિક ક્લિનિકલ સિમ્પોઝિયમનું આયોજન કરી રહ્યા છીએ.

આ કાર્યક્રમ માત્ર ગુજરાતના ન્યુરોલોજિસ્ટ્સને જ નહીં પરંતુ ફિઝિશિયન્સને પણ શિક્ષિત કરે છે, જેના કારણે પેશન્ટ કેર વધુ અસરકારક બને છે. શિક્ષણ અને સમાજ સેવા અમારી મૂળ ભાવના છે.

ન્યુરોસાયન્સમાં ઝડપી ગતિએ વિકાસ થઈ રહ્યો છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્રેન-કમ્પ્યુટર ઇન્ટરફેસ, રોબોટિક્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, ન્યુરોપ્રોસ્ટેટિક્સ, ન્યુરોસ્ટિમ્યુલેશન, પ્રિસિઝન ડ્રગ થેરાપી, IoT, સેન્સરી સબ્સ્ટિટ્યુશન ડિવાઇસિસ અને બ્રેન ચિપ્સ સાથે સમગ્ર ઉપચાર ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવી રહ્યું છે.

સ્ટર્લિંગ હોસ્પિટલ્સના MD અને CEO સંતોષ મરાઠેએ જણાવ્યું કે, પદ્મશ્રી પ્રોફ. ડો. સુધિર શાહ, ડાયરેક્ટર – ન્યુરોસાયન્સના નેતૃત્વમાં ‘ન્યુરો અપડેટ 2025’ જેવા પ્રતિષ્ઠિત સિમ્પોઝિયમનું આયોજન કરવું સ્ટર્લિંગ હોસ્પિટલ્સ માટે ગૌરવની બાબત છે.

ન્યુરોસાયન્સમાં થતા ટેક્નોલોજીકલ અને ક્લિનિકલ વિકાસ વચ્ચે આવા કાર્યક્રમો ક્લિનિકલ સમુદાયમાં શ્રેષ્ઠ પ્રેક્ટિસના વિનિમય અને જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં અમારી 6 યુનિટ્સ સાથે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ છેલ્લા બે દાયકાથી સિનિયર ન્યુરો ક્લિનિશિયન્સના નેતૃત્વમાં મલ્ટી-ડિસિપ્લિનરી ટીમોના વિકાસમાં અગ્રેસર રહ્યું છે, જેને મજબૂત ઇમર્જન્સી અને ક્રિટિકલ કેર સેવાઓનું સમર્થન પ્રાપ્ત છે.

તેમણે વધુમાં જણાવ્યું કે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ જાહેર આરોગ્ય સત્તાધીશો સાથે મળીને સ્ટ્રોક પ્રિવેન્શન અંગે જાગૃતિ, એકેડેમિક કાર્યક્રમો તથા ક્લિનિકલ ટ્રાયલ્સમાં સહયોગ આપે છે. ઉપરાંત, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના દૂરદરાજ વિસ્તારોમાં સિનિયર ડોક્ટરો દ્વારા વિશેષ ક્લિનિક્સ યોજીને જટિલ રોગોમાં પરામર્શ અને સેકન્ડ ઓપિનિયનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આ પરંપરાને આગળ વધારતા, ડો. હેલી શાહે જણાવ્યું કે ‘ન્યુરો અપડેટ 2025’ દેશભરના વ્યસ્ત અને અનુભવી ન્યુરોલોજિસ્ટ્સ માટે જ્ઞાનના અર્થપૂર્ણ વિનિમય માટેનું દુર્લભ મંચ સાબિત થયું છે. તેમણે કહ્યું કે પ્રથમ દિવસે ન્યુરોલોજિસ્ટ્સ અને બીજા દિવસે ફિઝિશિયન્સ માટેના સત્રો દ્વારા ફોકસ્ડ લર્નિંગ સુનિશ્ચિત કરવામાં આવ્યું, જેના પરિણામે પેશન્ટ કેરમાં સીધો લાભ થયો છે.

તેમણે ઉમેર્યું કે પદ્મશ્રી ડો. સુધિર શાહની પહેલ ‘ન્યુરો અપડેટ’ આજે પણ દેશભરના પ્રતિષ્ઠિત ન્યુરોલોજિસ્ટ્સને એક મંચ પર લાવે છે. ડો. શાહ, ડો. ચેત્સી શાહ અને આયોજન સમિતિના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ સિમ્પોઝિયમમાં ડો. જયરાજ પાંડિયન, ડો. લક્ષ્મી નરસિંહન, ડો. યુ. મીનાક્ષીસુંદરમ, ડો. સતીશ ખડિલકર અને ડો. હૃષિકેશ કુમાર જેવા રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતોએ ભાગ લીધો, જે આ મંચની પેન-ઇન્ડિયા ઓળખને દર્શાવે છે.

પદ્મશ્રી ડો. સુધિર શાહ સાથે ડો. હેલી શાહ (મૂવમેન્ટ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ), ડો. ચેત્સી શાહ (કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ) અને સમર્પિત આયોજન સમિતિએ મળીને ‘ન્યુરો અપડેટ 2025’ને સફળ બનાવી અને તેને એક અગ્રણી રાષ્ટ્રીય ન્યુરો એકેડેમિક પ્લેટફોર્મ તરીકે વધુ મજબૂત બનાવ્યું છે.