Ahmedabad News: અમદાવાદ શહેરને રખડતાં ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા માટે મહાનગરપાલિકા દ્વારા 1 સપ્ટેમ્બરથી સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત 1 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધીના બે મહિનાના સમયગાળામાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 7029 ઢોર પકડવામાં આવ્યા છે. તેમજ 207 પશુપાલકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આજે પણ આ ઝુંબેશના ભાગરુપે સાત ઝોનમાંથી કુલ 152 પશુ પકડાયા છે. જેમાં સૌથી વધુ 40 ઢોર પૂર્વ વિસ્તારમાંથી પકડવામાં આવ્યા છે.
1 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધી કરાયેલી કામગીરી
| વિગત | તા.01-09-2023 થી 08-11-2023 સુધી સંખ્યા |
| ઝોન લેવલની ટીમ | 22 |
| તા.2૭-10-2023 પછીની ટીમ | 48 |
| પકડેલા પશુની સંખ્યા | 7029 |
| પશુમાલિકો વિરુધ્ધ થયેલી FIR | 207 |
| જપ્ત કરેલ ઘાસચારો (ક્રિ.ગ્રા) | 28527 |
| હયાત કેટલ પોન્ડ | 3 |
| IEC ની અપાયેલ નોટીસ | 788 |
| પાંજરાપોળોમાં મોકલાવેલ પશુની સંખ્યા | 2432 |
| લાયસન્સ પરમીટના ઢોર લાયસન્સ ફોર્મ | 1381 |
| ઘાસ વેચાણ માટેના લાયસન્સના ફોર્મ | 277 |
| પરત આવ્યા ફોર્મ | 325 |
| આપેલ લાયસન્સ / પરમીટની સંખ્યા | 33 |
આજે આ વિસ્તારમાંથી રખડતાં ઢોર પકડાયા
શહેરનાં 7 ઝોનના વિવિધ વિસ્તારો નરોડાપાટીયા, ઠકકરનગર, બાપાસીતારામ, ૭ ડે મણીનગર, વિરાટનગર, નિકોલ, વાડજ, નારણપુરા, રાયપુર દરવાજા, રાયપુર ચકલા, ખાડીયા, સારંગપુર, ગોતા, સોલાભાગવત, સનાથલ, સરખેજ, નોબલનગર, નાના ચિલોડા, જશોદાનગર, પીપલજ, રાણીપ, કાલુપુર, દરીયાપુર, અસારવા, સિવિલ, મેઘાણીનગર, નાકોડાગામ, બાપુનગર, ઇન્દિરાનગર-લાંભા, શાહીબાગ, દિલ્હીદરવાજા, શાહપુર, લાલ દરવાજા, કેકેનગર, ચાણ્ડયપુરી, લક્ષ્મણગઢ નો ટેકરો, પાયલનગર, વસ્ત્રાલ-માધવફાર્મ, ડી-કેબીન, દાણાપીઠ, જમાલપુર, ગીતામંદિર, શીલજ, ઓગણજ, ઘાટલોડીયામાંથી રખડતાં પશુ પકડવામાં આવ્યા છે.
આ વિસ્તારમાંથી આજે રખડતાં પશુ પકડવામાં આવ્યા
જીવરાજ, વાસણા, પ્રહલાદનગર, નરોડા, કુબેરનગર, મણીનગર, દાણીલીમડા, સિંધુભવન, બોપલ, જોધપુર, રાજીવનગર, વેજલપુર, ગ્યાસપુરગામ, ઓઢવ, કઠવાડા, અચેરડેપો, પાવરહાઉસ, સરસપુર, અરવિંદમીલ, ભાડજ, ક્રિષ્ણનગર, ખોખરા, હાટકેશ્વર, આરટીઓ, મેમ્કો, ભાર્ગવરોડ, વણજારગામ, બાકરોલ, સરદારનગર, એરપોર્ટ, સીટીએમ, સોનીની ચાલી, અમરાઇવાડી, સુભાષબ્રીજ, ભીમજીપુરા, ઉસ્માનપુરા, ચાંદલોડીયા, એસજી હાઇવે, બોડકદેવ, સેટેલાઇટ, સત્યમનગર, રીલીફરોડ, થલતેજ, સોલા-સિવિલ, સાઉથબોપલ, બોમ્બે કંડકટરોડ, વટવા, માધુપુરામીલ, વસંતનગર, સૈજપુર, કેશવનગર, ડમરૂસર્કલ, મોહમ્મદપુરા, જજીસબંગ્લા તથા ગાંધી આશ્રમ આ વિસ્તારમાંથી રખડતાં મૂકવામાં આવેલા પશુઓ પકડવામાં આવ્યા છે.
આજે કયા ઝોનમાંથી કેટલા પશુ પકડવામાં આવ્યા
| ઝોન | પકડયેલા પશુઓ |
| ઉત્તર | 18 |
| દક્ષિણ | 26 |
| પૂર્વ | 40 |
| પશ્ચિમ | 24 |
| મધ્ય | 10 |
| ઉત્તર-પશ્ચિમ | 10 |
| દક્ષિણ- પશ્ચિમ | 24 |
| કુલ | 152 |
પીટીશનર અરજદાર દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ પીટીશનના પ્રોસીડીંગ્સ દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલ ન્યુસનસ કંટ્રોલ પોલીસી-2023 અન્વયેની અસરકારક કામગીરીની નોંધ લેવામાં આવી હતી તથા ગુજરાત હાઇકોર્ટમાં રજુ થયેલી અફેડેવીટમાં અમ.મ્યુ.કોર્પોની સી.એન.સી.ડીની કામગીરીની નોંધ લેવાઇ છે. કેટલ ન્યુસન્સ કંટ્રોલ પોલીસી-2023 અંગેની આ કામગીરી આગામી સમયમાં વધુ સઘન બનાવવામાં આવનાર છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
