Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં ટીમો દ્વારા શહેરમાં ત્રણ શીફટમાં કામગીરીઓ કરી ચાલુ માસમાં 473થી વધારે પશુઓ પકડવામાં આવ્યા છે. તથા ચાલુ વર્ષમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા14499 જેટલા પશુઓ પકડવામાં આવ્યા છે. 461 પશુમાલિકો સામે ફરિયાદ દાખલ કરી વિવિધ કાયદેસરની કાર્યવાહીઓ પણ કરવામાં આવી છે. જ્યારે આજે વિવિધ વિસ્તારોમાંથી 60 જેટલા પશુઓ પકડવામાં આવ્યા છે.
આ વિસ્તારોમાંથી આજે પશુ પકડવામાં આવ્યા
આજે શહેરનાં 7 ઝોનના વિવિધ વિસ્તારોમાં રાઉન્ડ લઈ પશુ રાખવાના સ્થળોની ચકાસણી ઠક્કરનગર, મણીનગર, બહેરામપુરા, ભુલાભાઈ, મજુરગામ, નિકોલ, મનમોહન, રાણીપ, વાડજ, બોડકદેવ, સાયન્સસીટી, સોલા, મકરબા, સરખેજ, વણઝારગામ, ગોપાલ ચોક, પાર્શ્વનાથ ટાઉનશીપ, પીપલજ, આદિનાથ, ઓઢવ, ચાંદખેડા, જમાલપુર, રાયપુર, અમદુપુરા, ભાડજ, ચાણકયપુરી, ઘુમા, નરોડા, હંસપુરા, ઇંન્દ્રિરાનગર, વસ્ત્રાલ, અર્બુદાનગર, શીલજ, આંબલી, વાસણા, જીવરાજપાર્ક, માછલી સર્કલ, તક્ષશીલા રોડ, મોટેરા, પાલડી, ત્રાગડ, જગતપુર, નાકોડા, પ્રહલાદનગર, શ્યામલ, ટીવી-9 વેજલપુર, સૈજપુર બોઘા, વટવા, વિરાટનગર, ખોડિયારનગર, નવરંગ સર્કલ, સિંધુભવન, સારંગપુર, કાલુપુર, બાકરોલ, બાપુનગરમાંથી પશુઓ પકડવામાં આવ્યા છે.
આ ઉપરાંત દાણીલીમડા, હાટકેશ્વર, સોનીની ચાલી, કોચરબગામ, જશોદાનગર, એસજી હાઇવે, કઠવાડા, વિનોબાભાવેનગર, રખિયાલ, ગોમતીપુર, ઈસ્કોન, ઓગણજ, એરપોર્ટ, સરદારનગર, સ્મૃતિમંદિર, નારોલ, લાંભા, નહેરુનગર, સેટેલાઈટ, રાજીવનગર, જોધપુર, રાજેન્દ્રપાર્ક, કુબેરનગર, વિસત, મેમનગર, ક્રિષ્ણનગર, આનંદનગર, ઘાટલોડીયા, શાહવાડી, હીરાવાડી, બજરંગ આશ્ચમ, કમોડ, હાથીજણ, નરીમલપુરા, માયા સિનેમા, સુરેલીયા, અમરાઇવાડી, ભાઇપુરા, પાલડી તથા એનઆઇડી આ વિસ્તારમાંથી રખડતાં મૂકવામાં આવેલ પશુઓ પકડવામાં આવ્યા છે.
કયા ઝોનમાંથી કેટલા પશુ પકડાયા
| ઝોન | પકડયેલા પશુઓ |
| ઉત્તર | 22 |
| દક્ષિણ | 10 |
| પૂર્વ | 16 |
| પશ્ચિમ | 5 |
| મધ્ય | 4 |
| ઉત્તર-પશ્ચિમ | 3 |
| દક્ષિણ- પશ્ચિમ | - |
| કુલ | 60 |
સપ્ટેમ્બરથી અત્યારસુધીમાં 8744 પશુ પકડાયા
પોલીસીની અમલવારીના ભાગરૂપે અમ.મ્યુ.કોર્પો દ્વારા સપ્ટેમ્બર 2023 થી ડિસેમ્બર 2023 દરમ્યાન શહેરમાં કુલ - 22 જેટલી ટીમ બનાવી 8744 જેટલા પશુઓ પકડયા છે.કુલ 211 જેટલી પશુમાલિકો વિરુધ્ધ FIR કરેલ છે જેમાં 33 જેટલી ઘર્ષણ / પશુ પકડવાની કામગીરીમાં અડચણ / સ્ટાફ ઉપર હુમલા જેવા બનાવની પોલીસ ફરીયાદ કરાઇ છે આ સમયગાળામાં કુલ 28700 ક્રિ.ગા જેટલો ઘાસચારો જપ્ત કરી 12 જેટલી ઘાસચારા વેચાણની ફરીયાદો દાખલ થઇ છે.
વધુમાં પશુમાલિકોને સમજુત કરતી 955 જેટલી નોટિસ પણ ઈસ્યુ કરાઇ છે. લાયસન્સ / પરમીટ મેળવવા માટે શહેરમાંથી કુલ 1436 જેટલી અરજી આવેલી જે પૈકી 309 જેટલા લાયસન્સ / પરમીટ ઈસ્યુ કરાઇ છે તથા 456 જેટલી અરજીઓ પુરાવાના અભાવે રદ કરવામાં આવી છે.પશુ રજીસ્ટ્રેશન માટે કુલ 1490 અરજી મળેલી તથા 9818 જેટલા પશુઓનું રજીસ્ટ્રેશન આ સમયગાળામાં થઇ છે.
ડિસેમ્બરના 8 દિવસમાં 17 ફરિયાદો મળી
લાયસન્સ / પરમીટની નામંજુર થયેલી અરજીઓના પશુઓ શહેર બહાર શીફટીંગ પશુમાલિક દ્વારા કરવાામં આવ્યા છે. પશુ રાખવાના સ્થળો / લાયસન્સ - પરમીટની અરજી નામંજુર થયેલી અરજીના સ્થળો / વિસ્તારોની ચકાસણી હાથ ધરાઇ છે. આવા સ્થળો પરથી પશુઓ પકડીને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા છે. ઢોર નિયંત્રણ પોલીસીની અમલવારી શરૂ કરાઇ તે અગાઉ એટલે કે જુલાઇમાં 2361, ઓગષ્ટમાં 2209 તેમજ સપ્ટેમ્બરમાં 449, ઓક્ટોમ્બરમાં 285 તથા નવેમ્બરમાં- 136 રખડતા પશુ પકડવાની ફરિયાદો આવેલી જે જોતા પોલીસીની અમલવારી કરાતા ફરિયાદોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે ડિસેમ્બર-23માં માત્ર 17 ફરિયાદો મળ્યો છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
