Ahmedabad News: અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ નામનો નબીરો 140થી વધુ કિ.મી.ની ઝડપે જેગુઆર કાર લઇને નીકળ્યો અને મોતનો તાંડવ કર્યો હતો. અકસ્માત જોવા ઉભેલા લોકોને કચડ્યા હતા. જેમાં 9 લોકોના મોત થયાં હતા. ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ રાજ્યનો પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે. 22 જુલાઈથી 22 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં મેગા ડ્રાઈવ હાથ ધરવાના આદેશ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આપવામાં આવ્યા બાદ છેલ્લા બે દિવસ એટલે કે 22 અને 23 જુલાઈના રોજ રાજ્યમાં ઓવર સ્પીડના 1869 કેસ, ડ્રીંક એન્ડ ડ્રાઈવના 358 અને ભયજનક ડ્રાઇવિંગના 512 કેસ નોંધાયા છે. જેમાં ઓવર સ્પીડના સૌથી વધુ કેસ સુરત શહેરમાં 710, ડ્રીંક એન્ડ ડ્રાઈવના 57 કેસ વલસાડ અને ભયજનક ડ્રાઇવિંગના સૌથી વધુ 80 કેસ ગાંધીનગર જિલ્લામાં નોંધી દંડ ફટકારવામાં આવ્યો છે.
4 મોટા શહેરોમાં સૌથી વધુ કેસ સુરતમાં
અમદાવાદ, સુરત, વડદોરા અને રાજકોટ શહેરમાં પોલીસ ડ્રાઈવની વાત કરવામાં આવે તો ઓવર સ્પીડ, ડ્રીંક એન્ડ ડ્રાઈવ અને ભયજનક ડ્રાઈવિંગના કેસ સૌથી વધુ સુરતમાં નોંધાયા છે. સુરતમાં આ પ્રકારનાં કુલ 763 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો
| શહેર/જિલ્લો | ઓવર સ્પીડ | ડ્રીંક એન્ડ ડ્રાઈવ | ભયજનક ડ્રાઇવિંગ |
| અમદાવાદ શહેર | 0 | 0 | 0 |
| વડોદરા શહેર | 45 | 0 | 0 |
| રાજકોટ શહેર | 0 | 0 | 0 |
| સુરત શહેર | 710 | 51 | 2 |
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) July 22, 2023
જિલ્લાવાર ક્યાં નોંધાયા કેટલા કેસ
જિલ્લાવાર પોલીસ દ્વારા ઓવર સ્પીડ, ડ્રીંક એન્ડ ડ્રાઈવ અને ભયજનક ડ્રાઈવિંગના નોંધવામાં આવેલા કેસોની વિગત પર નજર ફેરવીએ તો આણંદ જિલ્લામાં ઓવર સ્પીડના સૌથી વધુ 245 કેસ, વલસાડ જિલ્લામાં ડ્રીંક એન્ડ ડ્રાઈવના સૌથી વધુ 57 કેસ અને ભયજનક ડ્રાઈવિંગના સૌથી વધુ કેસ 80 કેસ ગાંધીનગર જિલ્લામાં નોંધાયા છે.
| શહેર/જિલ્લો | ઓવર સ્પીડ | ડ્રીંક એન્ડ ડ્રાઈવ | ભયજનક ડ્રાઇવિંગ |
| અમદાવાદ ગ્રામ્ય | 24 | 3 | 29 |
| ખેડા | 54 | 8 | 7 |
| આણંદ | 245 | 9 | 47 |
| સાબકાંઠા | 12 | 14 | 14 |
| અરવલ્લી | 50 | 3 | 19 |
| મહેસાણા | 41 | 2 | 4 |
| પશ્ચિમ - કચ્છ ભુજ | 79 | 9 | 18 |
| પૂર્વ કચ્છ ગાંધીધામ | 7 | 2 | 6 |
| બનાસકાંઠા | 53 | 55 | 26 |
| પાટણ | 24 | 19 | 2 |
| રાજકોટ ગ્રામ્ય | 16 | 8 | 10 |
| દેવભૂમી - દ્વારકા | 11 | 2 | 1 |
| મોરબી | 21 | 5 | 2 |
| સુરેન્દ્રનગર | 22 | 1 | 13 |
| અમરેલી | 20 | 6 | 6 |
| બોટાદ | 6 | 3 | 5 |
| પોરબંદર | 3 | 7 | 12 |
| ગીર - સોમનાથ | 16 | 8 | 10 |
| વડોદરા ગ્રામ્ય | 15 | 2 | 22 |
| પંચમહાલ - ગોધરા | 54 | 5 | 24 |
| નર્મદા | 52 | 42 | 0 |
| મહિસાગર | 9 | 4 | 3 |
| છોટા ઉદેપુર | 10 | 4 | 17 |
| દાહોદ | 17 | 2 | 6 |
| ભરૂચ | 33 | 0 | 0 |
| સુરત ગ્રામ્ય | 45 | 9 | 38 |
| વલસાડ | 62 | 57 | 42 |
| નવસારી | 22 | 6 | 19 |
| તાપી | 19 | 3 | 0 |
| ડાંગ આહવા | 0 | 0 | 0 |
| પશ્ચિમ - રેલ્વે વડોદરા | 0 | 0 | 0 |
| પશ્ચિમ રેલ્વે અમદાવાદ | 0 | 0 | 0 |
