અમદાવાદમાં પાકિસ્તાની ફેરનેસ ક્રીમનું ગેરકાયદેસર વેચાણ, મર્ક્યુરી-આર્સેનિક મળતાં પ્રતિબંધ લગાવ્યો, જાણો ક્રીમથી થતું નુકસાન

અમદાવાદમાં પાકિસ્તાની ગોરી બ્યુટી અને ચાંદની વ્હાઈટનિંગ ક્રીમના ગેરકાયદેસર વેચાણનો મામલો સામે આવ્યો. મર્ક્યુરી અને આર્સેનિક જેવા હેવી મેટલથી ભરેલી ક્રીમના ઉપયોગથી થતા નુકસાન વિશે જાણો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 17 Sep 2026 08:49 AM (IST)Updated: Thu, 17 Sep 2026 08:49 AM (IST)
ahmedabad-news-made-in-pakistan-cream-mercury-arsenic-ban

Ahmedabad News: અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની ફેરનેસ પ્રોડક્ટ્સ વેચાઈ રહી છે. પાકિસ્તાની બ્રાન્ડની ગોરી બ્યુટી ક્રીમ અને ચાંદની વ્હાઈટનિંગ ક્રિમ નામની પ્રોડક્ટ્સ પર બેન મૂકવા પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો, આ ક્રીમમાં મોટી માત્રામાં ઝેરી હેવી મેટલ, મર્ક્યુરી, અને આર્સેનિક મળી આવ્યા છે. અમદાવાદ શહેરમાં બ્યુટી પ્રોડક્ટસના નામે પ્રતિબંધિત પ્રોડક્ટ્સ વેચાતી હોવાથી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને પાકિસ્તાની પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

પાકિસ્તાની ફેરનેસ ક્રીમનું ધૂમ વેચાણ

ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં બ્યુટી ફેરનેસ પ્રોડક્ટ્સનું 150 કરોડનું માર્કેટ છે. જયાંથી મહિલાઓ અને દીકરીઓ પોતાની રોજિંદી મેકઅપ, ક્રીમ સહિતનો સામાન ખરીદતી હોય છે. અમદાવાદમાં પાકિસ્તાની ક્રીમ ગેરકાયદેસર રીતે વેચાતી હોવાનું સામે આવ્યું છે. ભારતમાં આ પ્રોડક્ટ્સનું વેચાણ કરવા અંગેની કોઈ ઈમ્પોર્ટ રજિસ્ટ્રેશન કરાયું નથી.

ઓનલાઈન માધ્યમથી ક્રીમ વેચાય છે

રજિસ્ટ્રેશન વગર આ પાકિસ્તાની પ્રોડક્ટ્સનું રિલીફ રોડ, નરોડા, કાલુપુર અને સિંધી માર્કેટ જેવા વિસ્તારોમાં ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. તેમજ ઓનલાઈન, અને ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમો પર આ પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચાઈ રહી છે. આ પાકિસ્તાની પ્રોડક્ટ્સના વપરાશથી લાંબા ગાળે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેમ છે.

પાકિસ્તાની ફેરનેસ ક્રીમથી થતું નુકસાન

ફેરનેસ ક્રીમમાં મર્ક્યુરી, સ્ટેરોઈડ જેવા હાનિકારક રસાયણો છે. જે ચામડીને ખૂબ નુકસાન કારક છે. આ ક્રીમમાં મર્ક્યુરી હોવાથી તે કીડનીના ફીલ્ટરિંગ યુનિટને હાનિ પહોંચાડી શકે છે. તેમજ પેશાબમાં પ્રોટીન લીક થવાની સમસ્યા સર્જાવી શકે છે. આ ક્રીમના વધારે વપરાશથી કાળા ડાઘ, ખીલ, તેમજ સ્કીન પાતળી થવી જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. તેમજ લાંબા ગાળે કેન્સરનું જોખમ થઈ શકે છે.