Ahmedabad News: અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે. લોકો પણ આ કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે સતત વધતી ગરમીમાં વન્યજીવોની ખરાબ હાલત થાય છે. અમદાવાદના કાંકરિયા ઝૂમાં આશરે 2190 પ્રજાતિઓના પશુ-પક્ષીઓ અને સરિસૃપો રહે છે. આકરી ગરમીને પગલે કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
કાંકરિયામાં પ્રાણીઓની વિશેષ સારસંભાળ
ગરમીના દિવસોમાં ઝૂમાં વન્યજીવોનું વિશેષ કાળજી લેવામાં આવે છે. પ્રાણીઓ પર પાણીનો છંટકાવ,એર કૂલર અને ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવે છે. ઉપરાંત પ્રાણીઓના પાંજરામાં તાપમાન વન્યપ્રાણીઓ માટે માફક રહે માટે નોક્ટરનલ ઝૂમાં ETHE સિસ્ટમની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટાફ દ્વારા પ્રાણીઓ અને પક્ષીઓના કેજની યોગ્ય સાફ-સફાઈ, ખોરાક સહિતની યોગ્ય સારસંભાળ રાખવામાં આવે છે.
પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે વ્યવસ્થા
પ્રાણીઓ અને પક્ષીઓની વેટરનિટી ડોક્ટર દ્વારા સંભાળ અને નિરીક્ષણ કરવામાં આવે છે. તેમજ પશુ પક્ષીઓમાં ડિહાઈડ્રેશનની સમસ્યા ન ઉદ્ભવે માટે શેલ્ટર અને પાંજરામાં ગ્લુકોઝનું પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ ગ્રીન નેટ દ્વારા વાતાવરણને અનુકૂલિત કરવામાં આવે છે. કાંકરિયા ઝૂમાં વાઘ,સિંહ, અને હાથી જેવા હિંસક અને શાકાહારી પ્રાણીઓ અને સાપ જેવા પ્રાણીઓને ઠંડક મળે તે માટે 39 થી 40 જેટલા એરકુલર મૂકવામાં આવ્યા છે.
વેટરનરી ડોક્ટરો દ્વારા પ્રાણીઓની સંભાળ
ઉનાળાની સૌથી વધુ અસર વિદેશી પશુઓ પર પડે છે. માટે તેમની સારસંભાળ માટે વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા ડિવોર્મિંગ, વેક્સિનેશન સહિતની કામગીરી કરવામાં આવે છે. સામાન્ય રીતે ઉનાળું વેકેશનમાં 3 લાખથી વધારે લોકો ઝૂની મુલાકાત લે છે. ઉનાળામાં ઝૂ 9થી સાંજે 7 કલાક સુધી ખુલ્લુ રાખવામાં આવે છે. ગરમીથી પ્રાણીઓ અને પક્ષીઓ હેરાન ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
