Ahmedabad: જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે સહજાનંદ ટાવરના બંધ ફલેટમાં આગ લાગી, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

અમદાવાદનાં જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક આવેલા સહજાનંદ ટાવરમાં આજે બંધ ફ્લેટમાં ભયાનક આગ લાગી ગઈ હતી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 22 May 2026 11:17 AM (IST)Updated: Fri, 22 May 2026 11:17 AM (IST)
ahmedabad-news-jivraj-park-sahajanand-tower-locked-flat-fire-short-circuit

Ahmedabad News: અમદાવાદનાં જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક આવેલા સહજાનંદ ટાવરમાં આજે બંધ ફ્લેટમાં ભયાનક આગ લાગી ગઈ હતી. આગની ઘટનાને લીધે અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો હતો, જેમાં દુર્ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જ્યારે આ દુર્ઘટનામાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. પરંતુ જાનહાનિનો કોઈ અહેવાલ સામે આવ્યો નથી.

બંધ ફલેટમાં આગ લાગી

મળતી વિગતો મુજબ, જીવરાજ પાર્ક પાસે આવેલા સહજાનંદ ટાવરના એક બંધ ઘરમાં અચાનક આગ ફાટી હતી. જેમાં ધુમાડો થતાની સાથે સાથે આગે મોટું સ્વરુપ ધારણ કર્યું હતું. જોતજોતામાં આગ સમગ્ર ઘરમાં પ્રસરી જવા પામી હતી. ભીષણ આગને પગલે ફ્લેટની અંદરની કિંમતી ઘરવખરી અને સામાન સળગી ગયો હતો. સ્થાનિકોએ તત્કાલ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.

ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી

ફાયર વિભાગ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ફાયર વિભાગે ભારે જહેમત પછી આગને કાબૂમાં લીધી હતી. ફાયર વિભાગે સમયસર આગને બુઝાવતા મોટી દુર્ઘટના ટળી હતી. જ્યારે ફ્લેટ સંપૂર્ણપણે ખાલી હતો. જેમાં કિમતી સામાન અને ઘરવખરી સળગીને રાખ થઈ હતી જાનહાનિનો કોઈ અહેવાલ સામે આવ્યો નથી. જ્યારે પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું ખુલ્યું હતું.