Ahmedabad: અમદાવાદમાં IT પ્રોફેશનલ્સનો જમાવડો, વર્ડકેમ્પ ઈવેન્ટમાં 1200થી વધુ કંપનીના માલિકો, ડેવલોપર અને વર્ડ પ્રેસ નિષ્ણાંતો જોડાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 09 Dec 2023 06:59 PM (IST)Updated: Sat, 09 Dec 2023 06:59 PM (IST)
ahmedabad-news-it-professional-and-wordpress-developer-present-in-wordcamp-event

Ahmedabad: દેશ-વિદેશના વેબસાઇટ બનાવવાના મહત્વના પ્લેટફોર્મ એવા વર્ડપ્રેસનો ઉપયોગકર્તાઓ ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતાં આઇટી પ્રોફેશનલ્સનો જમાવડો-કોમ્યુનિટી મીટ વર્ડકેમ્પ અમદાવાદ યોજાઇ હતી. આ વર્ડ કેમ્પ ઇવેન્ટ સમગ્ર એશિયાની લાર્જેસ્ટ વર્ડકેમ્પ ઇવેન્ટ તરીકે ઉભરી છે. દેશ-વિદેશના કુલ 55 થી વધુ સ્પોન્સર્સ હતા.

દેશના વિવિધ શહેર,અમદાવાદ અને વિદેશના કુલ 28થી વધુ સ્પીકર્સ આવ્યા હતા. જેમણે પોતાના નોલેજનું શેરિંગ કર્યુ હતું. જની વર્ડકેમ્પ ઇવેન્ટમાં કુલ 30થી વધુ સેશન દિવસ દરમિયાન ઇવેન્ટમાં યોજાયા હતા. જેમાં 1200થી વધુ આઇટી સાથે સંકળાયેલા કંપની માલિકો, ડેવલપર, વર્ડ પ્રેસ નિષ્ણાંતો જોડાયા હતા.

naidunia_image

વર્ડપ્રેસ ક્ષેત્રે નવા નવા ડેવલપમેન્ટ અને અન્ય ઉપયોગી ટેકનોલોજી ફિચર અને વિવિધ સકસેસ સ્ટોરીની ચર્ચા આ કોમ્યુનિટી મીટમાં થઇ હતી. વેબસાઇટ વિકાસ માટેના ઓપન સોર્સ CMS, WordPressને સમર્પિત, 4થી વર્ડકેમ્પ અમદાવાદનું આયોજન બાબાસાહેબ આંબેડકર વિશ્વ વિદ્યાલય, એસ.જી. હાઇવે પર એક દિવસ માટે યોજાયું.

આ વર્ડકેમ્પમાં ભારત સહીત અન્ય દેશોના IT સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓએ ભાગ લીધો હતો.આ કેમ્પથી IT સેક્ટરમાં કરિયર બનાવવા માંગતા યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવા જુદી જુદી ફિલ્ડ સાથે સંકળાયેલા 20 સ્પીકર્સએ પણ ભાગ લીધો હતો. આ સાથે ફિલ્ડમાં કરિયર બનાવવા માંગતા યુવાનોને 30 હજાર થી 4 લાખ સુધીના જોબ પ્લેસમેન્ટ પણ આપવામાં આવતા હોય છે.

આ કેમ્પમાં કુલ 150 ઇન્ટરનેશનલ ડેલિગેસ્ટ અને 1200 લોકોએ આપી હાજરી હતી. ત્રણ દિવસ સુધી ચાલનારો કેમ્પ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે સાથે જ કેમ્પના અંતિમ દિવસે વિદેશથી આવેલા મહેમાનોને સવારે રિવરફ્રન્ટ ખાતે અમદાવાદની સવારનો માહોલ બતાવવામાં આવશે.

naidunia_image

આ આયોજનમાં 1200 જેટલા ઉપસ્થિતિઓ હતા, જેમાં વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન્સ, કાર્યરત પ્રોફેશનલ્સ અને નવી સ્ટાર્ટ-અપ્સ સામેલ હતા. આ ઈવેન્ટમાં 18 રાજ્યોના અને 5 દેશોના પ્રતિનિધિઓ જોડાયા હતા.

આ સાથે જ અટલ બ્રિજ અને ફ્લાવર ગાર્ડન સહિતની મુલાકાત પણ આ તમામ ફોરેનર દ્વારા લેવામાં આવશે. આ સાથે જ કેમ્પથી વિદેશી મૂડીનું ભારતમાં રોકાણ કરવામાં આવે તેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

અમારા 55 સ્પોન્સર્સમાં માઇક્રો સ્પોન્સર્સ પણ સામેલ હતા. આ ઈવેન્ટ WordPress ઈકોસિસ્ટમમાં કાર્યરત લોકો માટે એક વૈશ્વિક મંચ તરીકે કાર્ય કરે છે.

અમારા 25 આયોજકો અને 45 સ્વયંસેવકોએ આ ઇવેન્ટને સફળ બનાવવા માટે અથાક પ્રયત્નો કર્યા હતા. આ સમુદાય સૂચના પ્રૌદ્યોગિકીમાં લોકોના જીવનને બદલી રહ્યું છે અને ભારતીય આઈટી સેવાઓના નિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.