Ahmedabad News: ગુજરાત વિદ્યાપીઠમાં પરંપરા અને પ્રણાલી મુજબ વર્ષોથી સવારથી સાંજ સુધી શૈક્ષણિક વર્ગો ચાલતા હતા. જેમાં વિદ્યાર્થીઓ અન્ય પ્રવૃતિ કે નોકરી ભણવા સાથે કરી શકતા ન હતા. જ્યારે ચાલું શૈક્ષણિક વર્ષેથી ગુજરાત વિદ્યાપીઠ પ્રથમવાર બે પાળીમાં ચાલશે એટલે કે કેટલાક ડિપાર્ટમેન્ટમાં સવારની પાળીમાં અને કેટલાક ડિપાર્ટમેન્ટ બપોરની પાળીમાં ચાલશે. જેથી વિદ્યાર્થીઓેને ફાયદો થશે.
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, "1 જુલાઈથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા માટે જઈ રહ્યું છે. આ વર્ષે 1200 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. 29મી જૂને મળેલી એકેડેમિક કાઉન્સીલ- એક્ઝિક્યટિવ કાઉન્સીલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, વિદ્યાપીઠને હવે બે પાળીમાં ચલાવવામાં આવશે. જેમાં યોગ, પત્રકારત્વ, બી.એડ., એમ.એડ, લાઈબ્રેરી સાયન્સ અને એમએચઆરડી સહિતાના 6 ડિપાર્ટમેન્ટ સવારની પાળીમાં ચાલશે અને બાકીના ડિપાર્ટમેન્ટ બપોરની પાળીમાં ચાલેશે. વચ્ચેના સમયમાં અગાઉની જેમ જ સમૂહ પ્રાર્થના તમામ વિદ્યાર્થીઓને કોમન રખવામાં આવી છે.
