Dhandhuka Assault Case: ધંધુકાના પચ્છમમાં સગીર સાથે દુષ્કૃત્યઃ 5 કિશોરો સામે ફરિયાદ, પીડિતે જણાવ્યું- 10 દિવસમાં ચાર વખત આવું કર્યું

પીડિત સગીર પર લાકડીઓથી હુમલો પણ કરવામાં આવ્યો હતો. પાંચ કિશોરો દ્વારા શોષણનો ભોગ બનનાર સગીરના ગુપ્ત ભાગમાં લાકડી પણ ઘૂસાડવામાં આવી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 11 Mar 2025 03:47 PM (IST)Updated: Tue, 11 Mar 2025 03:47 PM (IST)
ahmedabad-news-five-minors-booked-for-alleged-sexual-assault-of-minor-in-pachh-hostel-in-dhandhuka
HIGHLIGHTS
  • ધો. 9ના વિદ્યાર્થી સાથે અકુદરતી કૃત્ય આચરવામાં આવ્યું હતું.

Dhandhuka Minor Assault Case: ધંધુકા તાલુકાના પચ્છમમાં આવેલી કુમાર છાત્રાલયમાં એક સગીર સાથે તેના સહપાઠી દ્વારા અમાનુષી અત્યાચાર આચરવામા આવ્યો હતો. બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી. સમગ્ર બનાવમાં પોલીસ અને તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પાંચ કિશોરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેમજ સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યાં છે.

પચ્છમ પંથકની બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને અત્યાચારનો ભોગ બનેલા પીડિત સગીરે જણાવ્યા પ્રમાણે તે છેલ્લા એક વર્ષથી છાત્રાલયમાં રહે છે. તેના પર દશેક દિવસથી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. આ દશ દિવસમાં તેની સાથે ચાર વખત આ પ્રકારે અઘટિત કૃત્ય આચરવામાં આવ્યું હતું. તેમજ સતત ધમકીઓ આપવામાં આવી રહી હતી. અત્યાચાર ગુજારનારા દારુ, ગુટખા, પાનમસાલાનું વ્યસન કરતા હતા. તેમની પાસે મોબાઈલ હતો. તેમાં આ બધુ રેકોર્ડિંગ કરતા હતા.

સમગ્ર બનાવ અંગે પોલીસ દ્વારા હોસ્ટેલમાં લગાવવામાં આવેલા સીસીટીવી ચકાસવામાં આવી રહ્યાં છે. જે સીસીટીવી રેકોર્ડિંગ મળી આવ્યા છે. તેની સાથે કોઇ છેડછાડ કરવામાં આવી છેકે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. જો કોઇ છેડછાડ નહીં કરાઈ હોય તો ભૂતકાળમાં આવી કોઇ ઘટના બની હતી કે નહીં સગીરો અન્યોને ભોગ બનાવ્યા હતા કે નહીં તે જાણી શકાશે. આ ઉપરાંત ઘટના બની ત્યારે હોસ્ટેલ ઇન્ચાર્જ શું કરી રહ્યાં હતા અને મેનેજમેન્ટની શું ભૂમિકા છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસને અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છેકે, ધો. 9ના વિદ્યાર્થી સાથે અંદાજે 35 મિનિટ સુધી અકુદરતી કૃત્ય આચરવામાં આવ્યું હતું. દાદાગીરી કરવામાં આવી હતી. લાકડીઓથી હુમલો પણ કરવામાં આવ્યો હતો. પાંચ કિશોરો દ્વારા શોષણનો ભોગ બનનાર સગીરના ગુપ્ત ભાગમાં લાકડી પણ ઘૂસાડવામાં આવી હતી. એવું પણ જાણવા મળ્યું છેકે, અમદાવાદ ગ્રામ્ય, જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા સંચાલકોને નોટીસ પાઠવવામાં આવી છે અને આ સમગ્ર ઘટના શિક્ષણ વિભાગના ધ્યાને કેમ ન લાવવામાં આવી તે અંગે ખુલાસો પૂછવામાં આવ્યો છે. તેમજ સામાજિક ન્યાય વિભાગને પણ પત્ર લખવામાં આવ્યો છે અને શાળાની હોસ્ટેલની પરવાનગી પરત ખેંચી લેવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે.