ભાઈ-બહેનના પ્રેમની અનોખી મિશાલઃ મૈરિંગો CIMS હોસ્પિટલમાં મોટી બહેને કિડની દાન કરી શિક્ષક ભાઈનો જીવ બચાવ્યો

રક્ષાબંધન પૂર્વે જૂનાગઢની બહેન જ્યોતિ મેઘનાથીએ અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલમાં પોતાના ભાઈ શૈલેષગીરી મેઘનાથીને કિડની દાન કરીને તેમનો જીવ બચાવ્યો. આ નિઃસ્વાર્થ કાર્ય ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને ત્યાગનું પ્રતીક બન્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 29 Aug 2026 06:40 PM (IST)Updated: Sat, 29 Aug 2026 06:40 PM (IST)
ahmedabad-news-elder-sister-donates-kidney-to-save-teacher-brother-at-marengo-cims-hospital

Ahmedabad News: રક્ષાબંધન પૂર્વે ભાઈ-બહેનના પ્રેમ અને નિઃસ્વાર્થતાની એક નોંધપાત્ર ઘટનામાં જૂનાગઢની 47 વર્ષીય મોટી બહેને પોતાના નાના ભાઈનો જીવ બચાવવા માટે પોતાની એક કિડનીનું દાન કર્યું. 44 વર્ષીય ભાઈ મોરબીમાં પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે કાર્યરત છે. જીવિત ડોનરની કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ 25 ઓગસ્ટ, 2026નાં રોજ અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું.

જૂનાગઢના બાટવા વિસ્તારના આંગણવાડી વર્કર જ્યોતિ મેઘનાથીએ તેમના નાના ભાઈ મોરબીના વાંકાનેરના પ્રાથમિક શાળાના શિક્ષક શૈલેષગીરી મેઘનાથીને પોતાની કિડનીનું દાન કરવા માટે આગળ આવ્યા હતા. મે 2026માં નિયમિત મેડિકલ તપાસ દરમિયાન શૈલેષગીરીને ક્રોનિક કિડની ડિસીઝ (CKD) હોવાનું નિદાન થયું હતું. શરૂઆતમાં તેમને નિયમિત હિમોડાયાલિસિસની સલાહ આપવામાં આવી હતી અને 10 જુલાઈ, 2026નાં રોજ AV fistula તૈયાર કરવામાં આવી હતી.

લોંગ-ટર્મ ટ્રીટમેન્ટ ઓપ્શનની શોધમાં શૈલેષગીરીએ 4 ઓગસ્ટ, 2026નાં રોજ મૈરિંગો સિમ્સ હોસ્પિટલનાં નેફ્રોલોજિસ્ટ ડૉ. સિદ્ધાર્થ માવાણીની સલાહ લીધી હતી. તેમની સ્થિતિની તપાસ કર્યા બાદ ડૉ. માવાણીએ યોગ્ય લોંગ-ટર્મ ટ્રીટમેન્ટ ઓપ્શન તરીકે લિવિંગ ડોનર કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી, જે તેમને લાંબા સમય સુધી ડાયાલિસિસ પરની નિર્ભરતાથી બચવામાં મદદરૂપ થઈ શકે.

તેમના ભાઈની સ્થિતિ વિશે જાણ્યા બાદ જ્યોતિ કોઈપણ ખચકાટ વિના તેમની ડોનર બનવા માટે પોતાની ઇચ્છાથી આગળ આવ્યાં હતાં. તેમના પતિના સંપૂર્ણ સપોર્ટ સાથે તેમણે વિગતવાર મેડિકલ તપાસ કરાવી હતી, જેમાં ખાતરી થઈ હતી કે, તેઓ તેમના ભાઈ માટે મેડિકલ રીતે યોગ્ય મેચ છે.

રક્ષાબંધનનાં થોડા સમય પહેલાં 25 ઓગસ્ટનાં રોજ મૈરિંગો સિમ્સ હોસ્પિટલની મલ્ટીડિસિપ્લિનરી ટ્રાન્સપ્લાન્ટ ટીમ દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. સર્જરી બાદ ડોનર અને પેશન્ટ, બંનેની તબિયતમાં સારી રીતે સુધારો થઈ રહ્યો છે.

આ કેસ એ સમયસર નિદાન, ડોનરની યોગ્ય તપાસ અને સ્પેશિયલાઇઝ્ડ ટ્રાન્સપ્લાન્ટ કેરની ઉપલબ્ધતાના મહત્વને દર્શાવે છે. ડોનર દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટ યોગ્ય દર્દીઓ માટે લોંગ-ટર્મ ટ્રીટમેન્ટ ઓપ્શન બની શકે છે અને ડાયાલિસિસ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આ પ્રેરણાદાયી કેસ રક્ષાબંધનની સાચી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, એક એવો સંબંધ જે પવિત્ર રાખડીના દોરાથી આગળ વધીને પ્રેમ, હિંમત અને ત્યાગને જીવનની ભેટમાં પરિવર્તિત કરી શકે છે.

ડૉ. સિદ્ધાર્થ માવાણી, ડિરેક્ટર, નેફ્રોલોજિસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટે જણાવ્યું કે, કિડની ટ્રાન્સપ્લાન્ટ યોગ્ય દર્દીઓ માટે ડાયાલિસિસની સરખામણીમાં વધુ સારો લોંગ-ટર્મ ટ્રીટમેન્ટ ઓપ્શન બની શકે છે.

આ કિસ્સામાં દર્દીની મોટી બહેન નિઃસ્વાર્થપણે ડોનર બનવા માટે આગળ આવી હતી અને તેમના સહયોગે ટ્રાન્સપ્લાન્ટને શક્ય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સફળ પરિણામ સમયસર મૂલ્યાંકન અને કોર્ડિનેટેડ ટ્રાન્સપ્લાન્ટ કેરનાં મહત્વને દર્શાવે છે.

ડૉ. અમિત ત્રિવેદી, યુરોલોજી અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ડિપાર્ટમેન્ટનાં ડિરેક્ટર/ ડૉ. દીપક જોશી, યુરોલોજી ડિપાર્ટમેન્ટનાં ડિરેક્ટરે જણાવ્યું કે, “કિડની ટ્રાન્સપ્લાન્ટ માત્ર કિડની મેળવનાર દર્દી માટે જ નહીં, પરંતુ ડોનર માટે પણ એક મોટી સર્જિકલ પ્રોસેસ છે. પરિવારની તમામ જવાબદારીઓ વચ્ચે જ્યારે એક બહેન પોતાના ભાઈ માટે આ મહત્વપૂર્ણ પગલું ભરે છે, ત્યારે તે ભાઈ-બહેન વચ્ચેના સુંદર સંબંધનું ઉદાહરણ બને છે. આવા કિસ્સાઓ લોકોમાં જાગૃતિ ફેલાવવામાં અને અન્ય પરિવારોને પ્રોત્સાહિત કરવામાં ખૂબ મદદરૂપ થાય છે.

ડૉ. પંકજ શાહ, કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટે જણાવ્યું કે, જીવિત ડોનર દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટ એડવાન્સ્ડ કિડની ડિસીઝ ધરાવતા દર્દીઓના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવી શકે છે. આ કેસ એક સુંદર ઉદાહરણ છે કે કેવી રીતે સમયસર સારવાર, પરિવારના ડોનર અને સંપૂર્ણ ટ્રાન્સપ્લાન્ટ કેર એકસાથે દર્દીને જીવનની નવી તક આપી શકે છે. ડોનર અને કિડની મેળવનાર પેશન્ટ, બંનેની સફળ રિકવરી અન્યને પણ પ્રોત્સાહન આપે છે.

જ્યારે ફેસિલિટી ડિરેક્ટર મયુર દવેએ જણાવ્યું કે, ક્લિનિકલ શ્રેષ્ઠતાથી આગળ વધીને, આ કેસ હેલ્થકેરની સાચી ભાવનાને દર્શાવે છે, જેમાં દયા, હિંમત અને પરિવારનો સમાવેશ થાય છે. તેમની અપેક્ષા અને સ્વસ્થ થવાની સફરનો ભાગ બનવાનું અમારે માટે સન્માનની વાત છે.