Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધંધુકા સ્થિત RMS હોસ્પિટલની મુલાકાત લીધી, ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોસ્પિટલના ટ્રસ્ટી સ્વ. ધરમશીભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. RMS હોસ્પિટલના ટ્રસ્ટીઓ સાથે બેઠક પણ યોજી હતી અને હોસ્પિટલ વિશેની માહિતી મેળવી હતી.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sun, 17 Nov 2024 02:41 PM (IST)Updated: Sun, 17 Nov 2024 02:41 PM (IST)
ahmedabad-news-chief-minister-bhupendra-patel-visited-rms-hospital-in-dhanduka-held-a-meeting-with-the-trustees

Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધંધુકા ખાતે સરદાર પટેલ હેલ્થ ફાઉન્ડેશન સંચાલિત RMS હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ તકે હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને સમાજના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરાયું હતું.

મુખ્યમંત્રીએ હોસ્પિટલના પરિસરમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોસ્પિટલના ટ્રસ્ટી સ્વ. ધરમશીભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે RMS હોસ્પિટલના ટ્રસ્ટીઓ સાથે બેઠક પણ યોજી હતી અને હોસ્પિટલ વિશેની માહિતી મેળવી હતી.

આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા
તથા RMS હોસ્પિટલના પ્રમુખ ઓધવજીભાઈ મોણપરા, મંત્રી ભીમજીભાઈ સુતરીયા, ઉપપ્રમુખ હરીશભાઈ મોરડીયા, ડો.પુરોહિત તથા હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.