બોપલમાં પત્નીના પરપુરુષ સાથે આડા સબંધો પકડાયા તો પતિને જ ફસાવવા પેંતરો રચ્યો, મહિલા હેલ્પલાઈન સામે જ પોલ ખુલતાં ભોંઠી પડી

મહિલા પોતાના પ્રેમી સાથે શહેરની અલગ-અલગ હોટલ અને કાફેમાં જતી ત્યારે પતિના જાસૂસ મિત્રોએ ફોટા પાડી લીધા. પતિએ આ તસવીરો બતાવતા પત્ની તાડુકી અને મહિલા હેલ્પલાઈનની મદદ માંગી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 21 May 2026 05:23 PM (IST)Updated: Thu, 21 May 2026 05:23 PM (IST)
ahmedabad-news-bopal-builder-suspects-wife-of-having-an-affair-gets-friends-to-spy
HIGHLIGHTS
  • પતિએ પોતાના વિશ્વાસુ મિત્રોએ 1 લાખ રૂપિયા આપી પત્નીની જાસૂસીનું કામ સોંપ્યું
  • 'અભયમ' ટીમે સમજાવતા પત્નીએ પોતાની ભૂલ સ્વીકારીને લેખિતમાં પતિની માફી માંગી

Ahmedabad: શહેરના બોપલ વિસ્તારમાં લગ્નેત્તર સબંધોનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક બિલ્ડરે પોતાની પત્નીની શંકાના આધારા જાસૂસી કરાવતા તેના ત્રણ પુરુષો સાથે સબંધ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોતાનો ભાંડો ફૂટી ગયો હોવાની જાણ થતાં બિલ્ડર પત્નીએ ભૂલ સ્વીકારવાના બદલે મહિલા હેલ્પલાઈનની મદદ માંગી પતિને ફસાવવા પેંતરો રચ્યો હતો. જો કે અભયમની ટીમ સમક્ષ પણ મહિલાનો ભાંડો ફૂટી ગયો હતો.

જાસૂસ મિત્રએ પત્નીની પ્રેમી સાથેની તસવીરો બિલ્ડર પતિને મોકલી

બોપલમાં રહેતા બિલ્ડરને પોતાની પત્નીના પરપુરુષ સાથે આડા સબંધ હોવાની શંકા હતી. આથી બિલ્ડરે પોતાના બે મિત્રોને એક લાખ રૂપિયા આપીને પત્નીની જાસૂસી કરવા જણાવ્યું હતુ. આ દરમિયાન પત્ની શહેરના અલગ-અલગ કાફે અને હોટલોમાં જતાં જાસૂસી કરી રહેલા મિત્રએ તસ્વીરો ખેંચીને તેના પતિને મોકલી આપી હતી.

જ્યારે પતિએ આ તસવીરો બતાવતા પત્નીએ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે ઝઘડો કર્યો હતો. હવે પોતે ફસાઈ ગઈ હોવાનો ખ્યાલ આવતા, મહિલાએ મહિલા હેલ્પલાઈન 181 પર કોલ કરીને પતિ માનસિક અને શારીરિક ત્રાસ આપતો હોવાથી પોતે આપઘાત કરી લેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જેથી અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં પતિએ પત્નીના પરપુરુષ સાથેની તસવીરો બતાવતા મહિલાનો જ વાંક હોવાનું જણાયું હતુ.

આખરે પત્નીએ પોતાની ભૂલ સ્વીકારી પતિને વફાદાર રહેવાની ખાતરી આપી

આખરે અભયમની ટીમે મહિલાને એકાંતમાં બેસાડીને સમજાવ્યું હતું કે, મહિલા હેલ્પલાઈન પોતાનો ગુનો છુપાવવા માટે નથી. જેથી પત્નીને પોતાની ભૂલનું ભાન થતાં તેણીએ લેખિતમાં માફી માંગી હતી અને ભવિષ્યમાં પોતાના પતિને જ વફાદાર રહેશે તેવી બાંહેધરી આપી હતી.