Ahmedabad News: AMC દ્વારા 2036ના ઓલિમ્પિક રમતોત્સવના યજમાન બનવાની દ્રષ્ટીએ શહેરના વિવિધ વિસ્તારોમાં ખેલકૂદ સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની કામગીરી ચાલી રહી છે. ઓલિમ્પિકની તૈયારી માટે વધારાના ખર્ચ હેઠળ ગતિ વિનતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇનડોર અને આઉટડોર રમતગમતની સુવિધાઓ ઊભી કરાશે. જેમાં ચેન્જિંગ રૂમ અને ઓલિમ્પિક સાઇઝના સ્વિમિંગ પુલની સુવિધા પણ સમાવિષ્ટ રહેશે.
આ સુવિધા હશે
- મલ્ટીપર્પઝ હોલ
- ટેબલ ટેનિસ
- સ્ક્વેશ કોર્ટ
- જીમ
- રિસેપ્શન એરિયા
- એડમિન એરિયા
- મેડિકલ રૂમ
- જ્યુસ બાર
- ફૂડ કોર્ટ
- ઓલિમ્પિક સાઈઝ સ્વિમિંગ પુલ
- શાવર ચેન્જિંગ રૂમ
- બે ટેનિસ કોર્ટ
- બાસ્કેટ બોલ કોર્ટ
- કબડ્ડી કોર્ટ
- આઉટડોર જીમ
- પાર્કિંગ
