અમદાવાદમાં જાહેર રોડ પર ગંદકી અને પ્લાસ્ટિક વાપરનારા સામે AMC લાલઘૂમ: 3 દિવસમાં 20 એકમો સીલ, રૂ. 2.67 લાખનો દંડ વસૂલાયો

અમદાવાદ મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમો શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલ નવરંગપુરા, નારણપુરા, પાલડી અને વાસણા સહિતના વિસ્તારોમાં ત્રાટકી હતી. જ્યાં 23 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 31 Oct 2026 07:18 PM (IST)Updated: Sat, 31 Oct 2026 07:18 PM (IST)
ahmedabad-news-amc-sealed-20-shops-for-waste-and-use-banned-plastic-rs-267-lakh-fine-collected

Ahmedabad: અમદાવાદ શહેરમાં જાહેર રોડ પર ગંદકી કરનારા, પાનના ગલ્લા અને ચાની કિટલીઓ પર પ્રતિબંધિત પેપર કપ તેમજ પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો વિરુદ્ધ મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત છેલ્લા 3 દિવસમાં પશ્ચિમ ઝોનના જુદા-જુદા વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની સ્ક્વોડ ટીમો દ્વારા પશ્ચિમ ઝોનમાં 239 એકમોમાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન ગંદગી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના નિયમોનો ઉલ્લંઘન કરવા બદલ 153 યુનિટને નોટિસ ફટકારવામાં આવી હતી.

આ સાથે જ 23.100 કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને રૂ.1.24 લાખનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાહેર રોડ પર ગંદકી અને ન્યુસન્સ કરતાં 20 એકમોને સીલ કરીને રૂ. 1.43 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ આ સમગ્ર ઝૂંબેશ દરમિયાન તંત્ર દ્વારા રૂ.2.67 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

 

કાર્યવાહી હેઠળ સીલ કરવામાં આવેલા 20 દુકાનો સીલ

 

ક્રમ વોર્ડ ક્ષતિ / કારણ સીલ કરેલ એકમનું નામ અને સરનામું
૧ નવરંગપુરા ગંદકી કરવા બાબત રોમ ટેકનો તેજ કોમ્પલેક્ષ મીઠાખળી છ રસ્તા
૨ નવરંગપુરા ગંદકી કરવા બાબત પટેલ ઓટો સર્વિસ તેજ કોમ્પલેક્ષ મીઠાખળી છ રસ્તા
૩ નવરંગપુરા ગંદકી કરવા બાબત ભીમ બેટરીઝ તેજ કોમ્પલેક્ષ મીઠાખળી છ રસ્તા
૪ નવરંગપુરા ગંદકી કરવા બાબત ઓટો સેન્ટર નગરી હોસ્પીટલ પાસે
૫ નવરંગપુરા ગંદકી કરવા બાબત યુનાઇટેડ મોટર્સ નગરી હોસ્પીટલ પાસે
૬ નવરંગપુરા ગંદકી કરવા બાબત યુનિવર્સલ પ્રીન્ટર્સ નગરી હોસ્પીટલ પાસે
૭ નવરંગપુરા ગંદકી કરવા બાબત બેસ્ટ ઓટો મોબાઇલ નગરી હોસ્પીટલ પાસે
૮ નવરંગપુરા ગંદકી કરવા બાબત બંસી પસ્તી ભંડાર HCG હોસ્પીટલ પાસે
૯ નવરંગપુરા ગંદકી કરવા બાબત ન્યુ લક્કી મોટર્સ મીઠાખળી છ રસ્તા
૧૦ નારણપુરા ગંદકી કરવા બાબત બ્લુડાર્ટ - આર્યમાન કૉમ્પ્લેક્સ બી આર ટી એસ ડેપો રોડ
૧૧ વાસણા ગંદકી કરવા બાબત મહાકાળી પસ્તી ભંડાર શાંતિ ટાવર રોડ વાસણા
૧૨ નવરંગપુરા ગંદકી કરવા બાબત હોટેલ સ્વેલ ડ્રાઇવ ઇન રોડ નવરંગપુરા
૧૩ નવરંગપુરા ગંદકી કરવા બાબત હોનેસ્ટ કોમર્સ છ રોડ નવરંગપુરા
૧૪ નવરંગપુરા જાહેર રોડ પર C&D વેસ્ટ નાખવા બાબત નામ વગરની દુકાન કોમર્સ છ રોડ
૧૫ રાણીપ પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઉપયોગ બદલ ધ લાઇવ પફ ન્યુ રાણીપ
૧૬ સાબરમતી પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઉપયોગ બદલ યમન પાંડે અંબુ સ્ટ્રીટ સોસા. સાબરમતી
૧૭ નવરંગપુરા પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઉપયોગ બદલ ભુરા ટી સ્ટોલ નગરી હોસ્પીટલ પાસે
૧૮ નારણપુરા પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઉપયોગ બદલ 1919 પાન પાર્લર સત્યા -2
૧૯ નવરંગપુરા પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઉપયોગ બદલ મહારાજ પાન હાઉસ દર્પણ સર્કલ
૨૦ પાલડી પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઉપયોગ બદલ મહારાજ હેન્ડલૂમ પ્રીતમનગર પાલડી